3 ફેસ પેક = એન્ટી એજિંગ + સુંદરતા
શું તમે લાંબા સમય સુધી યુવાન રહેવા માંગો છો? આ સવાલ તમે કોઇને પણ પૂછો પુરુષ કે સ્ત્રી જવાબ મોટે ભાગે "હા" મળશે. આજકાલનો જમાનો દેખાવને વધુ પ્રાધાન્ય આપે છે. અને સુંદર દેખાવાથી આત્મવિશ્વાસમાં પણ વધારો થાય છે. ત્યારે ઘરગથ્થુ ઉપચાર કરીને ત્વચાને યુવાન અને સુંદર રાખવાની તમને ઇચ્છા હોય તો આજે અમે 3 ફેસપેકની રેસિપી તમને જણાવાના છીએ.

જે તમને સુંદરતા, ગોરી ત્વચા તો આપશે જ સાથે જ લાંબો સમય સુધી યુવાન પણ રાખશે તો વાંચો આ ત્રણ ફેસપેક વિષે અને તેને અજમાવીને તમે પણ પ્રાકૃતિક રીતે મેળવો ગૌરી, સુંદર અને યુવાન ત્વચા.
ધી- મધ- બદામ
ધી, મધ અને બદામનો ભૂકો ભેગો કરીને એક પેસ્ટ બનાવો. તેને ચહેરા પર લગાવી રાખો. 15 મિનિટ પછી ચહેરો ઠંડા પાણીની સાફ કરી દો. મધ અને ધી તમને મોસચ્યૂરાઇઝ કરશે અને તમારી ત્વચાને ટાઇટ કરશે. તો બદામ તમને વિટામીન ઇ જેવા પોષક તત્વો આપશે, તમારી ત્વચાને અંદરથી નિખારશે.

કેસર અને એલોવેરા
કેસરને એલોવેરા જેલ સાથે મિક્સ કરી ચહેરા પર 15 મિનિટ લગાવી રાખો પછી પાણીથી ચહેરો સાફ કરી દો. ઓઇલ સ્ક્રીન માટે આ ફેસપેક લાભકારી રહેશે. કેસર તમને સુંદરતા આપશે. અને એલોવેરામાં એન્ટી એજિંગ તત્વો રહેલા હોય છે. જે તમારી ત્વચાને નિખારશે.

પપૈયું અને લીબુ
પપૈયાના પલ્પની સાથે લીંબુ મેળવીને લગાવાથી તવ્ચા ગૌરી અને જવાન રહેશે. તેમાં તમે થોડી હળદર પર નાખી શકો છો નિખાર માટે.

જો આ આર્ટીકલ તમને ગમ્યો હોય તો તેને શેયર કરવાનું ના ભૂલતા.












Click it and Unblock the Notifications
