આ ફળ અને શાકભાજીની છાલથી ચહેરા પર આવશે ગ્લો, ફેંકતા પહેલા એક વાર વિચારજો
આપણે રોજ ઉપયોગમાં લેતા ઘણા ફળ અને શાકભાજીની છાલ સ્કીન માટે ખૂબ ઉપયોગી હોય છે. તેનાથી સ્કીન પર ગ્લો આવે છે અને સાથે ખીલ, ડાઘા અને કરચલી જેવી સમસ્યામાંથી પણ છૂટકારો મળે છે.
Vegetables and Fruits Peel for Skin: ઘણા ફળો અને શાકભાજીની છાલ સ્કીન પર ગ્લો લાવવા માટે ઉપયોગમાં લઈ શકાય છે માટે તેના ફેંકતા પહેલા એક વાર વિચારી લેજો. ફળ અને શાકભાજીની છાલમાં જરુરી પોષક તત્વો હોય છે, જે તમારી સ્કીનને પોષણ આપીને પિંપલ્સ, એક્ને, કરચલીને દૂર કરે છે. તો આવો જાણીએ એવા ફળ અને શાકભાજી વિશે જેની છાલને આપણે પોતાના ચહેરા પર લગાવી શકીએ છીએ.

નારંગીની છાલ
નારંગીની છાલથી તમે તમારી ત્વચા પર ચમક મેળવી શકો છો. આ માટે સંતરાની થોડી છાલને તડકામાં સૂકવીને તેને સારી રીતે પીસીને પાવડર તૈયાર કરો. હવે આ પાવડરને તમારા ફેસ પેકમાં મિક્સ કરો અને તમારા ચહેરા પર લગાવો. આ તમારી ત્વચાને સુધારશે.

દાડમની છાલ
દાડમની છાલમાં એન્ટીઓક્સીડેન્ટ ભરપૂર માત્રામાં હોય છે, જે તમારી ત્વચામાંથી ફોલ્લીઓ અને કરચલીઓની સમસ્યાને દૂર કરી શકે છે. આ માટે દાડમની છાલને તડકામાં સૂકવીને પાવડરના રૂપમાં તૈયાર કરો. આ પછી આ પાવડરમાં મધ અને ગુલાબજળ મિક્સ કરીને ચહેરા પર લગાવો. તેનાથી તમે ત્વચા પર ગ્લો મેળવી શકો છો. આ ઉપરાંત, તે ફોલ્લીઓ અને કરચલીઓ જેવી સમસ્યાઓ દૂર કરી શકે છે.

બટાકાની છાલ
તમે ચહેરા પર બટાકાની છાલનો ઉપયોગ કરી શકો છો. આ ત્વચાનો રંગ સુધારી શકે છે. આ માટે બટાકાની છાલને પીસીને તેમાં થોડો ચંદનનો પાવડર મિક્સ કરો. હવે થોડુ ગુલાબજળ અને એલોવેરા જેલ મિક્સ કરીને ચહેરા પર લગાવો. તેનાથી તમને ઘણો ફાયદો થશે.

પપૈયાની છાલ
પપૈયુ પાચન માટે ખૂબ જ સારુ છે. તે તમને ત્વચા પર ચમક લાવવામાં પણ મદદ કરી શકે છે. તેનાથી તમારી ત્વચાની શુષ્કતા દૂર થઈ શકે છે. તેનો ઉપયોગ કરવા માટે પપૈયાની છાલને સૂકવીને બારીક પીસી લો. આ પછી તેમાં થોડુ દહીં અને મધ મિક્સ કરીને ચહેરા પર લગાવો. તેનાથી તમારી ત્વચામાં ગ્લો આવશે. આ ઉપરાંત, તે તમને ત્વચાનો ભેજ જાળવવામાં મદદ કરી શકે છે.

કાકડીની છાલ
કાકડીની છાલ તમારી ત્વચા માટે ખૂબ સારી સાબિત થઈ શકે છે. આ માટે તમે કાકડીની છાલને સીધા ચહેરા પર ઘસી શકો છો. આ સિવાય તમે આ છાલને સુકવીને ફેસ પેક તરીકે પણ ઉપયોગ કરી શકો છો. તે તમારી ત્વચાને પોષણ અને ભેજ પ્રદાન કરી શકે છે.
તમે શાકભાજી અને ફળોની છાલથી ઘણો ફાયદો મેળવી શકો છો. જો કે, ધ્યાનમાં રાખો કે જો તમને આમાંથી કોઈપણ વસ્તુથી એલર્જી હોય તો નિષ્ણાતની સલાહ લો.












Click it and Unblock the Notifications
