છોકરાએ ગર્લફ્રેન્ડ બનવા માટે છોકરીઓ સામે રાખી 15 શરતો, સાંભળીને તમે પણ વિચારતા રહી જશો
દરેક પુરૂષ ઈચ્છે છે કે તેની એક સારી ગર્લફ્રેન્ડ હોય અને પછી તે તેની પત્ની બને. આના માટે તે કેટલીક અપેક્ષાઓ પણ રાખે છે. સામાન્ય રીતે લગ્ન કરવા માટે શરતો રખાય છે પરંતુ એક યુવકે તો હદ કરી નાંખી અને તેની ગર્લફ્રેન્ડ બનવા માંગતી છોકરીઓ માટે 15 શરતો રાખી દીધી.
અહેવાલો અનુસાર, આ યુવકે પોતાની ગર્લફ્રેન્ડ કેવી હોવી જોઈએ અને તેના માટેની શરતો તેને Reddit પર શેર કરી છે. આ યુવકે આ લિસ્ટમાં તેની થનારી ગર્લફ્રેન્ડની તમામ ખુબીઓને વિગતે શેર કરી છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ લિસ્ટમાં પ્રેમનો ક્યાંય ઉલ્લેખ નથી. માત્ર બીજી શરતો જ છે.

આ યુવકે રાખેલી સૌથી પહેલી શરત એ છે કે છોકરી 5 ફૂટ 6 ઇંચની હોવી જોઈએ. આ સિવાય તેને ટેટૂ ન કરાવ્યું હોવુ જોઈએ. એક શરત એવી પણ છે કે છોકરીને વાળ રંગવામાં કોઈ સમસ્યા ન હોવી જોઈએ. વાળ અને નખ તે છોકરાની પસંદ પ્રમાણે જ રાખી શકશે.
આ લિસ્ટમાં તે જણાવે છે કે તે છોકરીનો વધુ પડતો આત્મવિશ્વાસ સહન કરી શકતો નથી. છોકરીનું ધ્યાન અભ્યાસ, ડિગ્રી અને કારકિર્દી પર ન હોવું જોઈએ. તે હંમેશા ખાવાનું બનાવવા તૈયાર રહેવી જોઈએ. જો કોઈ વાદ-વિવાદની સ્થિતિ સર્જાય તો તે સામે બોલે. છોકરીના તેના પિતા સાથેના સંબંધો સારા હોવા જોઈએ અને તેનો કોઈ પુરુષ મિત્ર ન હોવો જોઈએ.
આ છોકરો અહીં અટકતો નથી. તે આગળ કહે છે કે છોકરી ધૂમ્રપાન કે વેપ ન કરતી હોવી જોઈએ અને સાધારણ કપડા પહેરતી હોય. છોકરો કહે છે કે છોકરી ગમે તેટલી તૈયાર થાય પરંતુ સોશિયલ મીડિયા પર પોસ્ટ નહીં કરી શકે. તેને કોઈ સેલિબ્રિટી પર ક્રશ ન હોવો જોઈએ.
હવે આ યુવકની પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. કેટલાક લોકો આ યુવકને ટ્રોલ કરી રહ્યા છે તો કેટલાક લોકો તેને ખરી ખોટી સંભળાવી રહી છે.












Click it and Unblock the Notifications
