ચઢ્યો એવો ચસ્કો, રેકોર્ડ બનાવવા માટે ખાધા 30 હજાર બર્ગર
જો તમને ફાસ્ટ ફૂડ ખાવાનો શોખ હોય તો તમે બર્ગર ચોક્કસ ખાધું હશે. પરંતુ તમે તેને ક્યારેય પણ એક રેકોડ તરીકે નહીં જોયું હોય.
જો તમને ફાસ્ટ ફૂડ ખાવાનો શોખ હોય તો તમે બર્ગર ચોક્કસ ખાધું હશે. પરંતુ તમે તેને ક્યારેય પણ એક રેકોડ તરીકે નહીં જોયું હોય. તમે ક્યારેય પણ એવું નહીં વિચાર્યું હોય કે તમે બર્ગર ખાવાનો રેકોર્ડ બનાવી દેશો. એમરિકાના એક વ્યક્તિને બર્ગર ખાવાનો એવો ચસ્કો લાગ્યો કે તેને બર્ગર ખાવાનો રેકોર્ડ બનાવી દીધો. અમેરિકાના વિસ્કોન્સિન શહેરમાં રહેતા વ્યક્તિએ 30 હજાર બર્ગર ખાવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. આ રેકોર્ડ માટે તેનું નામ ગિનીઝ બુક વર્લ્ડ રેકોર્ડમાં પણ આવી ગયું છે. તો જાણો આ વ્યક્તિએ કેવી રીતે રેકોર્ડ બનાવ્યો.

30 હજાર બર્ગર ખાવાનો રેકોર્ડ બનાવ્યો
30 હજાર બર્ગર ખાવાનો રેકોર્ડ બનાવનાર આ વ્યક્તિનું નામ ડોન ગ્રાસકે છે. તેની ઉમર 64 વર્ષ છે. ચોંકાવનારી બાબત છે કે ડોન ગ્રાસકે છેલ્લા 46 વર્ષથી સતત બર્ગર ખાઈ રહ્યા છે. રોજ બે બર્ગર ખાવું તેમની આદત છે. પરંતુ તેમને ક્યારેય પણ વિચાર્યું નહીં હોય કે આ આદત એક નવો રેકોર્ડ બનાવી દેશે.

ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ
અમેરિકાના વિસ્કોન્સિન શહેરમાં રહેતા ડોન ગ્રાસકે છેલ્લા ચાર દર્શક થી રોજ ફાસ્ટફૂડ ચેઇન મેકડોનાલ્ડ માંથી રોજ બે બિગ મેક બર્ગર ખાઈ રહ્યા છે. તેમનું કહેવું છે કે બર્ગર ખાધા વિના તેઓ એક દિવસ પણ નહીં રહી શકતા. તેમને દાવો કર્યો છે કે તેમના ડાયેટમાં 90 ટકા હિસ્સો બર્ગર છે. સતત બર્ગર ખાવાથી તેમને 30 હજાર બર્ગર ખાવાનો રેકોર્ડ સેટ કર્યો છે. જેના કારણે તેમનું નામ ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં આવી ગયું છે.

ઘણા વર્ષોથી ખાઈ રહ્યા છે બર્ગર
64 વર્ષના ડોન ગ્રાસકે ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેમનું બ્લડપ્રેસર અને કોલેસ્ટ્રોલ બિલકુલ સામાન્ય છે. તેમને જણાવ્યું કે તેઓ દિવસભરમાં ઓછામાં ઓછું એક 540 કેલેરીવાળું બર્ગર રોજ ખાય છે. તેઓ છેલ્લા ચાર દર્શકથી સતત આવું કરી રહ્યા છે. તેમને કહ્યું કે જો તમને 40 હજાર બર્ગર સુધી પહોંચવું હોય તો તેમને બીજા 14 વર્ષ લાગશે.
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ?









Click it and Unblock the Notifications
