સાતમા ધોરણના બાળકે હોમવર્ક કરવા લીધી ChatGPTની મદદ, આ રીતે ખુલી ગઇ પોલ

ChatGPT ગત વર્ષે નવેમ્બરમાં લોન્ચ કરવામાં આવે ઓપનએઆઇના ચેટજીટીપીએ દુનિયામાં હોબળો મચાવ્યો છે. આ સાથે સૌથી પોપ્યુલર કન્જ્યુમર એપ્લિકેશન બની ગઇ છે. આ ઇનોવેટિવ ચેટબોટનો ઉપયોગ કરીને લોકો પોતાના સવાલોનો જવાબ મેળવી શકે છે.

બાળકો હોય કે વયસ્કો, દરેક વ્યક્તિએ તેમના કામને સરળ બનાવવા માટે ChatGPT નો ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે. કેટલાક લોકો ઓફિસમાં પણ આ ઓપન એઆઈનો ઉપયોગ કરી રહ્યા છે. બાળકોએ તેમના શાળાનું હોમવર્ક કરવા માટે પણ તેનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે.

ChatGPT

તાજેતરની ટ્વિટર પોસ્ટમાં, એક યુઝરે એક ઘટના શેર કરી, જ્યાં તેનો પિતરાઈ ભાઈ એક જ વાક્યને કારણે તેનું અંગ્રેજી હોમવર્ક પૂર્ણ કરવા માટે ChatGPT નો ઉપયોગ કરીને રંગે હાથે પકડાઈ ગયો હતો.

અત્રે નોંધપાત્ર વાત એ છે કે, તેણે ChatGPT સાથે તેનું હોમવર્ક અસાઇનમેન્ટ કર્યું અને શિક્ષકને બતાવ્યું, પરંતુ તેમાં એક એવું વાક્ય હતું કે, તે વાંચીને શિક્ષકે તે પકડાઇ ગયો હતો. ધોરણ 7 ના વિદ્યાર્થીએ અજાણતા જ તેના અસાઇનમેન્ટમાં તે વસ્તુઓ લખી હતી, જે તેણે પ્રશ્નનો જવાબ આપ્યો હતો. તેણે તેની નકલ કરી પકડાઈ ગઈ હતી.

આ નાની ભૂલથી વિદ્યાર્થીની ચોરી પકડાઇ ગઇ હતી. આ ઉપરાંત, શિક્ષકે અસાઇનમેન્ટમાં એક એવો શબ્દ જોયો જેની તેને અપેક્ષા ન હતી. કારણ કે, 7મા ધોરણના વિદ્યાર્થીએ તેના જવાબમાં મુશ્કેલ અને આશ્ચર્યજનક શબ્દોનો ઉપયોગ કર્યો હતો.

રોશન પટેલ દ્વારા અસાઇનમેન્ટની તસવીર સાથે શેર કરવામાં આવેલ ટ્વિટમાં તેણે લખ્યું હતું કે, મારો નાનો પિતરાઈ ભાઈ અર્જુન તેના 7મા ધોરણના અંગ્રેજી હોમવર્ક પર ChatGPT નો ઉપયોગ કરીને પકડાયો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X