For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મનુષ્ય વિષેના આ 8 રહસ્યો વિજ્ઞાનની પણ સમજની બહાર છે

|
Google Oneindia Gujarati News

આજના આધુનિક યુગમાં તમે દુનિયાના કોઇ પણ ખૂણે શું ચાલી રહ્યું છે તે એક મોબાઇલ ટચ દ્વારા જાણી શકો છો. ટેકનોલોજી અને વિજ્ઞાને હાલ હરણફાળ ભરી છે. જે વસ્તુઓને થતાં પહેલા વર્ષો લાગતા તે કામ હાલ ચપટીઓમાં થઇ જાય છે.

પણ વિજ્ઞાન અને ટેકનોલોજીની આ હરણફાળ બાદ પણ અનેક તેવી વસ્તુઓ છે જેના વિષે જાણવામાં વિજ્ઞાન પણ અક્ષમ છે. તેમાં પણ ખાસ કરીને તેવી વાતો જે આપણા મનુષ્ય શરીરથી જોડાયેલી છે.

આપણને આજે ખબર છે કે પૃથ્વીની આસપાસ કયા ગ્રહો છે. આપણે પ્લુટો સુધીની સફર ખેડી લીધી છે પણ શું કારણ છે કે પછી તેવા કયા હોર્મોન્સ છે જે આપણને શરમાવે કે હસાવે છે તે આપણે જાણી નથી શક્યા. ત્યારે માનવ શરીરની આવી જ કેટલીક અજીબો ગરીબ સચ્ચાઇ જેને સમજવું વિજ્ઞાન માટે પણ લોઢાના ચણા ખાવા સમાન છે. તેને જાણીએ આ ફોટોસ્લાઇડરમા...

શરમાવવું

શરમાવવું

શું તમને ખબર છે શરમાળ સ્વભાવ આનુંવશિક હોય છે. કે પછી તેની પાછળ ઉછેર અને પોતાના જીવનમાં થયેલા કેટલાક ખાસ અનુભવો પણ જવાબદાર હોઇ શકે છે. જો કે તેમ છતાં ધણા લોકો શરમના માર્યા પરસેવે રેબઝેબ થઇ જાય છે કે પછી સ્ટેજ પર બોલવા જતા તેમને ઉલટી થવા લાગે છે. જો કે આ બધા પાછળનું કારણ સમજવું વિજ્ઞાન માટે મુશ્કેલ છે.

નાક ખોતરવું

નાક ખોતરવું

એક શોધ મુજબ મોટાભાગના લોકો દિવસમાં ચાર વાર પોતાનું નાક સાફ કરે છે. અને કેટલાક બાળકો અને ટીનએજરોમાં આ પ્રક્રિયા વારવાર કરે છે. ત્યારે ટીનએજરો આવું કેમ કરે છે તે વિજ્ઞાનની સમજની બહાર છે.

અંધવિશ્વાસ

અંધવિશ્વાસ

બધુ જાણવા છતાં આપણે અંધવિશ્વાસ પર કેમ વિશ્વાસ કરીએ છીએ તે વિજ્ઞાનને સમજાતું નથી. વિજ્ઞાન આજ દિવસ સુધી આ વાતને સ્વીકારી નથી શક્યો કે અંધવિશ્વાસમાં મનુષ્ય આટલો વિશ્વાસ કેમ રાખે છે.

નિસ્વાર્થ

નિસ્વાર્થ

જીવનભર માણસ મોટાભાગની વસ્તુઓ પોતાના ફાયદા અને સ્વાર્થ માટે કરે છે. પણ જ્યારે અન્ય મનુષ્ય પર કોઇ મુસીબત પડે છે તો પોતાના જીવ પર ખેલીને પણ તે બીજા મનુષ્યને બચાવે છે. ત્યારે મનુષ્ય પોતાના પ્રાણની ચિંતા કર્યા વગરે નિસ્વાર્થ ભાવના સાથે આવું કેમ કરે છે તે વિજ્ઞાન સમજી નથી શકતું.

કિસ

કિસ

પ્રેમ એક અદ્ધભૂત ભાવના છે. ચુંબન કરવાથી આપણો સ્ટ્રેસ પણ ઓછો થાય છે અને બોન્ડિંગ પણ વધે છે. પણ પ્રેમની અભિવ્યક્તિ માટે ચુંબન જ કેમ તે સમજવું સાયન્સ માટે અધરું છે.

હાસ્ય

હાસ્ય

હસવાની આપણને અનેક સ્વાસ્થય વર્ધક ફાયદા થાય છે. પણ કંઇ રમૂજી વાર્તા સાંભળીને કે પછી કોઇ રમજૂ વસ્તુ જોઇને આપણે હસી પડીએ છીએ તે પાછળ શું સાયન્સ છે તે વિજ્ઞાન સમજી રહ્યું છે.

બ્ર્લશ

બ્ર્લશ

આપણું જ્યારે ભોંઠા પડીએ કે પછી કોઇ વ્યક્તિ જે આપણી માટે ખાસ હોય તે આપણી સમક્ષ આવી જાય ત્યારે આપણા ચહેરા પર એક લાલીમા આવી જાય છે. વિજ્ઞાન માટે બ્ર્લશીંગ એક અનોખું અભિવ્યક્તિ છે જે મનુષ્ય દ્વારા કરવામાં આવે છે.

સપના

સપના

આપણને સપના કેમ આવે છે. શું છે સપનાઓ જોવા પાછળનું રહસ્ય. મનુષ્યના સબકોન્સીયસ મગજમાં આ કેવા વિચારો છે જે માત્ર ઊંધમાં જ દેખાય છે તે સમજવું વિજ્ઞાન માટે કઠીન છે.

English summary
There are some human behaviors that science has not been able to explain completely. Human body has been completely studied by scientists and doctors, however, some things related to the human mind are not completely understood by them.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X