એક સાથે પ્રેગ્નેન્ટ થઇ ગઈ આ હોસ્પિટલની 9 નર્સો

કોઈ પણ કંપની અથવા ઑફિસમાં ગર્ભવતી મહિલા કર્મચારીઓને મેટરનટી લીવ આપવામાં આવે છે. પરંતુ, શું કરવામાં આવે જયારે એક સાથે એક જગ્યાની ઘણી મહિલા કર્મચારીઓ પ્રેગ્નેન્ટ થઇ જાય.

કોઈ પણ કંપની અથવા ઑફિસમાં ગર્ભવતી મહિલા કર્મચારીઓને મેટરનટી લીવ આપવામાં આવે છે. પરંતુ, શું કરવામાં આવે જયારે એક સાથે એક જગ્યાની ઘણી મહિલા કર્મચારીઓ પ્રેગ્નેન્ટ થઇ જાય. અમેરિકાના મેન મેડિકલ સેન્ટરમાં કંઈક આવું જ બન્યું. હકીકતમાં, અહીં એક સાથે 9 નર્સો પ્રેગ્નેન્ટ થઇ ગઈ. આ બધા ની ડિલિવરી એપ્રિલ અને જુલાઇ વચ્ચે થવાની છે.

આ પણ વાંચો: ફક્ત 9 મિનિટમાં મહિલાએ 6 બાળકોને જન્મ આપ્યો, બધા બાળકો તંદુરસ્ત

સોશિયલ મીડિયા પર વાઈરલ થઇ ફોટો

આ બધી નર્સોનો એક ફોટો સોશિયલ મીડિયા પર હોસ્પિટલે પોતે વાયરલ કર્યો છે. હોસ્પિટલમાં ડોકટરો સહિતના અન્ય કર્મચારીઓ પણ આ બાબતે આશ્ચર્ય પામે છે. જોકે ઘણા લોકો તેના પર કોમેન્ટ કરે છે કે એક સાથે રજાઓ મેળવવા માટે નર્સોએ આવું કર્યું હશે. જે પણ હોય ફોટો ખુબ જ સુંદર છે અને ગર્ભવતી નર્સોના હસતાં ચહેરા પણ.

હોસ્પિટલએ શું કહ્યું?

હોસ્પિટલએ શું કહ્યું?

તેમના ત્યાં એક સાથે ગર્ભવતી થયેલી 9 નર્સોનો એક ફોટો શેર કરતા મેન મેડિકલ સેન્ટરે લખ્યું કે, આ બેબી બૂમ માટે કેવું છે? અમારી 9 નર્સ ગર્ભવતી છે, જેમાંથી 8 ની ડિલિવરી એપ્રિલ અને જુલાઇ વચ્ચે થવાની. આ ઉપરાંત, હોસ્પિટલ જણાવ્યું હતું કે આ નર્સોની યુનિટી ડિલિવરી રૂમમાં જરૂર દેખાશે જ્યારે તેઓ એકબીજાને સપોર્ટ આપવા માટે એક સાથે હશે. ફોટોમાં બધી નર્સો એક સરખા કપડાં પહેર્યા છે અને રંગીન કાગળ પકડેલું છે. આ કાગળો પર તેમની ડિલિવરી તારીખો લખી છે.

ડિલિવરીને લઈને ઉત્સાહિત હોસ્પિટલ

ડિલિવરીને લઈને ઉત્સાહિત હોસ્પિટલ

આ બધી નર્સોમાંથી આ કોઈનું પહેલું બેબી છે, કોઈનું બીજું તો કોઈનું ત્રીજું બેબી છે. ફોટાની કોમેન્ટમાં લોકો આ નર્સોને ખુબ અભિનંદન આપી રહ્યા છે, જ્યારે હૉસ્પિટલ ડિલિવરી વિશે ખૂબ જ ઉત્સાહિત છે. અત્યાર સુધી ફોટા પર હજારો લાઈક આવી ચુકી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X