રૂહ કંપાવી દેનારી ઘટના, આઈફોન લેવા કપલે 8 મહિનાના બાળકને વેચી દીધુ, જાણો ક્યાંની છે ઘટના?
તમે ઘણી એવી ઘટનાઓ જોઈ હશે કે લોકો પોતાના શોખ પુરા કરવા માટે પોતાની બચાવેલી મુડી કે પત્નીના ઘરેણા પણ વેચી દેતા હોય છે. જો કે હવે જે ઘટના સામે આવી છે તે રૂહ કંપાવી દેનારી છે.
અહેવાલો અનુસાર, એક કપલે આઈફોન ખરીદવા માટે પોતાના 8 મહિનાના બાળકે જ વેચી દીધુ. આ ઘટના સામે આવ્યા બાદ લોકો આ કપલ પર ફિટકાર વરસાવી રહ્યા છે. આ ઘટના પશ્ચિમ બંગાળની છે અને વાયરલ થઈ રહી છે.

પશ્ચિમ બંગાળના 34 પરગણા જિલ્લામાં એક માતા-પિતાએ માનવતાને તાર તાર કરતા માત્ર આઈફોન લેવા માટે પોતાના 8 મહિનાના બાળકને જ વેચી દીધુ. હવે મામલો પોલીસ સુધી પહોંચતા તપાસ શરૂ કરાઈ છે. પોલીસે બાળકની માતાની ધરપકડ કરી લીધી છે અને પિતા ફરાર છે.
અહેવાલો અનુસાર, આ કપલ બંગાળમાં ફરીને આઈફોન દ્વારા ઈન્સ્ટાગ્રામ રિલ્સ બનાવવા માંગતુ હતુ. આટલા નાના શોખ માટે પોતાના બાળકને વેચી દીધુ.
બાળક ગુમ થવાની જાણ થતા પાડોશીઓ પણ આશ્ચર્યમાં છે. તેમણે જણાવ્યું કે, છેલ્લા કેટલાક દિવસોથી દંપતી વિચિત્ર વર્તન કરી રહ્યું હતુ. 8 મહિનાનું બાળક ગુમ થયું તેમ છત્તા પણ માતા-પિતાના ચહેરા પર કોઈ ચિંતા નહોતી. પડોશીઓ પણ દંપતીની નબળી આર્થિક સ્થિતિથી વાકેફ હતા. પાડોશીઓને આઈફોન ખરીદવાની માહિતી મળી તો તે પણ ચૌકી ગયા હતા.
પોલીસ તપાસમાં બાળકની માતાએ પોલીસને જણાવ્યું કે, તેણે અને તેના પતિએ આઈફોન 14 ખરીદવા પોતાનું બાળક વેચ્યું છે. બંનેએ બંગાળના ઘણા ભાગોમાં ફરીને ઈન્સ્ટાગ્રામ રીલ્સ બનાવવી હતી.
બાળકની માતાએ જણાવ્યુ કે, પતિએ ભૂતકાળમાં પણ તેની સાત વર્ષની બાળકીને વેચવાનો પ્રયાસ કર્યો હતો. આ મામલે પોલીસે પતિ-પત્ની બંને વિરુદ્ધ ગુનો નોંધ્યો છે અને બાળક ખરીદનાર મહિલા સામે માનવ તસ્કરી હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.












Click it and Unblock the Notifications
