બોયફ્રેન્ડ સાથે બબાલ થઈ તો 150 ફૂટ ઉંચા ટાવર પર ચડી ગઈ યુવતી, જાણો શું છે પુરી ઘટના?
તમે ઘણી વખત પ્રેમીઓે અજીબ હરકતો કરતા જોયા હશે. પ્રેમમાં પાગલ વ્યક્તિને એ વિચાર નથી આવતો કે બીજા શું વિચારશે. હવે આવી જ એક ઘટના હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. અહીં એક યુવતીએ એવો કાંડ કર્યો કે હવે તેની ચર્ચા થઈ રહી છે.
વાયરલ થઈ રહેલી આ અજીબ ઘટના છત્તીસગઢના ગોરેલા-પેન્દ્ર-મારવાહીના કોડગાર ગામની છે. અહીં એક ગર્લફ્રેન્ડને તેના બોયફ્રેન્ડ સાથે બબાલ થથા તેને હંગામો મચાવી દીધો. આ મહિલાને એટલો ગુસ્સો આવ્યો કે તે 150 ફૂટ ઊંચા ટેન્શન ટાવર પર ચઢી ગઈ.

આ યુવતી ટાવર ઉપર ચડ્યા બાદ તેને ઉતારવા માટે ઘણા પ્રયાસો થયા પરંતુ ન ઉતરતા આખરે બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડને મનાવવા માટે તે જ ટાવર પર ચઢી ગયો. ચૌકાવનારી બાબત એ છે કે આ ડ્રામા આખા ગામની સામે જ ચાલતો રહ્યો.
સ્થાનિકોએ મામલો થાળે પાડવાનો બહુ પ્રયત્નો કર્યો પરંતુ સ્થિતી કાબુમાં ન આવતા આખરે પોલીસને બોલાવવી પડી. પોલીસ ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચી અને લગભગ અડધા કલાક સુધી બંને સાથે વાત કરીને ટાવર પરથી નીચે ઉતારવા માટે સમજાવ્યા.
જ્યારે સ્થાનિકોએ યુવતીએ ટાવર પર જોઈએ ત્યારે ભારે હંગામો મચ્યો હતો. ત્યારપછી ગ્રામજનોએ આ માથા ફરેલી પ્રેમિકાને નીચે ઉતારવા ખુબ પ્રયાસ કર્યા. આ ફિલ્મી ડ્રામા વચ્ચે સમગ્ર ઘટનાની જાણ ગ્રામજનો દ્વારા પોલીસને કરતા પોલીસે ઘટનાસ્થળે પહોંચીને સમગ્ર મામલાની પૂછપરછ કરી અને કોઈપણ કેસ નોંધ્યા વિના બન્નેને ફરીથી આવુ ન કરવાની સલાહ આપીને મામલો થાશે પાડી દીધો.












Click it and Unblock the Notifications
