PUBG થી પ્રેમ થયો અને 4 બાળકો સાથે ભારત પહોંચી પાકિસ્તાની યુવતી, જાણો શું છે પુરી ઘટના?

હવે ઓનલાઈન ડેટિંગ ધીરે ધીરે સામાન્ય બની રહ્યું છે. ઓનલાઈન ડેટિંગના કારણે દુનિયાભરમાં લોકો પોતાના પાર્ટનર શોધે છે. જો કે હાલમાં આનાથી પણ આગળ પડતો એક કિસ્સો ધ્યાને આવ્યો છે. આ કિસ્સામાં એક પાકિસ્તાની યુવતીને ભારતીય યુવાન સાથે પબજીથી પ્રેમ થયો અને 4 સંતાનો સાથે અહીં આવી ગઈ.

અહેવાલો અનુસાર, એક પાકિસ્તાની મહિલાને તેના PUBG ગેમ પાર્ટનર સાથે પ્રેમ થઈ ગયો અને તે તેની સાથે રહેવા માટે બોર્ડર ક્રોસ કરીને ભારત પહોંચી ગઈ. મહિલા એકલી નહીં પરંતુ તેના 4 બાળકો સાથે નેપાળ થઈને ભારત પહોંચી છે.

online game

અહેવાલો અનુસાર, સીમા નામની આ મહિલા લગભગ એક મહિના પહેલા ભારત પહોંચી હતી અને તેની પાસે કોઈ દસ્તાવેજ નહોતા. તે સચિન નામના વ્યક્તિ સાથે લગ્ન કરીને ભારતીય નાગરિકતા મેળવવા માંગતી હતી. મામલો પોલીસ સુધી પહોંચતા પોલીસે તપાસ શરૂ કરી છે.

બીજી તરફ પોલીસની એન્ટ્રી થતા મહિલા સચિન સાથે તેના ચાર બાળકો સાથે ફરાર થઈ ગઈ છે. હાલ પોલીસ આ મહિલાને તેના સંતાનો અને સચિન સાથે શોધી રહી છે.

સમાચાર અનુસાર, ઉત્તર પ્રદેશના રબુપુરાના આંબેડકર નગરમાં રહેતા સચિને થોડા મહિના પહેલા PUBG ગેમ રમતી વખતે એક પાકિસ્તાની મહિલા સાથે ફ્રેન્ડશીપ કરી હતી. આ પછી બંનેએ એકબીજાના નંબર એક્સચેન્જ કર્યા અને પ્રેમ શરૂ થયો.

વાતો કરતાં કરતાં બંનેને એકબીજા સાથે પ્રેમ થયો અને તે બાદ તે સચિનને ​​મળવા ભારત આવી અને સચિન સાથે રબુપુરામાં રહેવા લાગી. આ મહિલા સચિન સાથે લગ્ન કરવા માંગતી હતી અને બંને આ અંગે સતત કાયદાકીય નિષ્ણાતોની સલાહ લેતા હતા. આ દરમિયાન જ મામલો પોલીસ સુધી પહોંચી ગયો.

અહીં તમને જણાવી દઈએ કે, મહિલા અને યુવક લગ્ન માટે કાયદાકીય સલાહ લઈ રહ્યા હતા. ત્યારબાદ સલાહ આપનાર વ્યક્તિને મહિલા જાસૂસ હોવાની શંકા થઈ હતી. મહિલાએ જણાવ્યું કે, તેનો ભાઈ પાકિસ્તાની સેનામાં છે. પતિ દૂર રહે છે તેથી તે તેના ચાર બાળકો સાથે ભારત આવી છે અને તે વહેલી તકે સચિન સાથે લગ્ન કરવા માંગે છે.

આ વ્યક્તિને મહિલા જાસૂસ હોવાની શંકા જતા તેને પોલીસને જાણ કરી હતી. જો કે પોલીસ તેના સુધી પહોંચે તે પહેલા જ મહિલા યુવક સાથે ફરાર થઈ ગઈ હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X