કુતરા-બિલાડી નહીં પણ આ ગામના લોકો પાળે છે ડેન્જર કોબ્રા, દરેક ઘરમાં જોવા મળે છે ભયાનક સાપ
સામાન્ય રીતે તમે લોકોને કુતરા કે બિલાડી જેવા પ્રાણીઓને પાળતા જોયા હશે. આનાથી આગળ ઘણા લોકો એવા પણ છે જે સિંહ જેવા હિંસક પ્રાણીઓને પણ પાળે છે. જો કે તમને જાણીને નવાઈ લાગશે કે એક ગામ એવુ છે કે ત્યાં ખતરનાક કોબ્રાને પાળવામાં આવે છે.
આ ખતરનાક કોબ્રા પાળતા લોકોનું ગામ મહારાષ્ટ્રમાં આવેલુ છે. શેતપાલ નામનું આ ગામ ત્યાં વસતા લોકોના વિચિત્ર શોખને કારણે ચર્ચામાં છે. આ ગામ એટલુ વિચિત્ર છે કે તમે અહીં જાઓ તો નાના બાળકો સાપ સાથે રમતા જોવા મળે.

અહીંના લોકો માને છે કે આ સાપ તેમને નુકસાન પહોંચાડી શકતા નથી. આ જ કારણ છે કે બાળકોને પણ તેમની સાથે રમવા દેવામાં આવે છે. આ ગામમાં લગભગ અઢી હજાર લોકો રહે છે અને તમને મોટાભાગના ઘરોમાં એક કે બે કોબ્રા સાપ જોવા મળે છે.
અહીં વસતા લોકો આ સાપને શુભ માને છે. માન્યતા છે કે જ્યાં સુધી આ સાપ તેના ઘરમાં રહેશે ત્યાં સુધી તેમને કોઈ સમસ્યાનો સામનો કરવો નહીં પડે. આ જ કારણે છે કે દરેક ઘરમાં ખતરનાક કોબ્રા જોવા મળે છે.
આ ગામના લોકો કોબ્રાને એટલો પ્રેમ કરે છે કે દરેક ઘરમાં તેના માટે એક ખાસ જગ્યા બનાવવામાં આવે છે. આ ગામમાં ઘર બનાવનાર દરેક વ્યક્તિ પણ પોતાના ઘરમાં કોબ્રા માટે એક નાનું ઘર બનાવે છે.
આ ગામના લોકો હવે પોતાના અનોખા શોખ માટે દુનિયાભરમાં પ્રખ્યાત થયા છે. અહીં દર વર્ષે મોટી સંખ્યામાં પ્રવાસીઓ પણ આવે છે. જો કે બહારના લોકો સાપથી અંતર જાળવી રાખે છે.












Click it and Unblock the Notifications
