રહસ્યોથી ભરેલી મહિલા નાગા સાધુઓની દુનિયા, તપસ્યા વિશે સાંભળીને તમારા રૂવાળા ઉભા થઈ જશે

લાંબી પરિક્ષા બાદ મહિલા નાગા સાધુઓ બને છે. તેમને સાધુ બનવા માટે તમામ પરિક્ષાઓમાંથી પાસ થવુ પડે છે.

નવી દિલ્હી : ભારતીય સંસ્કૃતિમાં નાગા સાધુઓનું અલગ સન્માન છે. ભારતમાં પુરુષ સાધુઓ સાથે સાથે મહિલા નાગા સાધુઓ પણ જોવા મળે છે. કુંભ મેળા જેવા મોટા મેળાઓમાં લાખોની સંખ્યામાં ઉમટતા આ નાગા સાધુઓ અચાનક ગાયબ થઈ જાય છે. આ સાધુઓની દુનિયા રહસ્યોથી ભરેલી છે. ભારતમાં મહિલા નાગા સાધુઓ પણ તેમની દુનિયામાં રહીને સાધનામાં લીન રહે છે. આજે આપણે આ રહસ્યમયી મહિલા નાગા સાધુઓ વિશે વાત કરવાના છીએ.

નાગા સાધુઓની રહસ્યમય દુનિયા

નાગા સાધુઓની રહસ્યમય દુનિયા

ભારતીય સંસ્કૃતિમાં સાધુઓ સાતે સાધ્વીઓ પણ સાધના કરવા માટે સંસારનો ત્યાગ કરે છે. આવી મહિલા સાધુઓને માતા કહીને બોલાવવામાં આવે છે. કાયમ પીળા વસ્ત્રોમાં જોવા મળતા આ મહિલા નાગા સન્યાસીઓને પરિક્ષા પાસ કરવી પડે છે.

મહિલા નાગા સાધુઓ વિશે બહુ ઓછી બાબતો લોકો જાણે છે

મહિલા નાગા સાધુઓ વિશે બહુ ઓછી બાબતો લોકો જાણે છે

નાગા સાધુઓની દુનિયા રહસ્યોથી ભરેલી છે. મહિલા નાગા સાધુઓ વિશે બહુ ઓછા લોકો જાણે છે. તમે ઘણી વખત નાગા સાધુઓને જોયા હશે પરંતુ તેમના વિશે બહુ ઓચુ જાણતા હશો. નાગા સાધુઓને સંસાર સાથે કોઈ લેવા દેવા હોતુ નથી અને તે તેની મસ્તીમાં લીન રહે છે.

સાધુઓ પોતાની મસ્તીમાં રહે છે

સાધુઓ પોતાની મસ્તીમાં રહે છે

નાગા સાધુઓ સાધના માટે સંસારનો ત્યાગ કરે છે. આવા સાધુઓ પોતાની મસ્તીમાં રહે છે પરંતુ તેમની જિંદગી કઠીન હોય છે. ભારતમાં મહિલા નાગા સાધુઓ કુંભ અને શિવરાત્રીના મેળામાં જોવા મળે છે અને ત્યારબાદ તે ગાયબ થઈ જાય છે.

લાંબી પરિક્ષા બાદ સાધુ બનાવાય છે

લાંબી પરિક્ષા બાદ સાધુ બનાવાય છે

નાગા સાધુઓ વિશે એવુ કહેવાય છે કે તેમને સાધુ બનવા માટે લાંબી અને કઠીન પરિક્ષામાંથી પસાર થવુ પડે છે. આ પરિક્ષામાં તેમને 15 વર્ષ સુધી કઠીન બ્રહ્મચર્યનું પાલન કરવુ પડે છે.

જીવતા જ પોતાનું પિંડદાન કરવાનું હોય છે

જીવતા જ પોતાનું પિંડદાન કરવાનું હોય છે

મહિલા નાગા સાધુઓએ કઠીન પરિક્ષાઓ સાથે સાથે તેમને લાંબા તપ અને પરિશ્રમથી ગુરૂને વિશ્વાસ અપાવવો પડે છે કે તે નાગા સાધુ બનવા લાયક છે. મહિલા નાગા સાધુએએ પોતાને સાધુ બનાવવા માટે જીવતા જ પોતાનું પિંડદાન કરવાનું હોય છે.

શાહી સ્નાન કરી સાધુ બને છે

શાહી સ્નાન કરી સાધુ બને છે

મહિલા નાગા સાધુઓએ પિંડદાન કરીને મુંડન કરાવવુ પડે છે. ત્યારબાદ તેમને પવિત્ર સ્નાન કરાવાય છે. અહીં સૌથી મોટી વાત એ છે કે આ તમામ પ્રકિયા કુંભમાં મેળામાં ખાનગી રીતે થાય છે. મહિલા નાગા સાધુઓ પુરા દિવસ ભક્તિમાં લીન રહે છે. સિંહસ્થ અને કુંભમાં આ મહિલા નાગા સાધુ શાહી સ્નાન કરે છે.

મહિલા નાગા સાધુઓનું અખાડામાં વિશેષ સન્માન હોય છે

મહિલા નાગા સાધુઓનું અખાડામાં વિશેષ સન્માન હોય છે

મહિલા નાગા સાધુઓનું અખાડામાં વિશેષ સન્માન હોય છે. તેમને સાબિત કરવુ પડે છે કે પરિવાર અને સમાજનો તેમને કોઈ મોહ નથી. આ તમામ બાબતો પછી તેમને સાધુ બનાવાય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X