ગર્લફ્રેન્ડને પ્રપોઝ કરવા યુવકે 6500 કિમી પ્રવાસ કરીને નકશા પર જ મેરી મી લખી દિધુ, જાણો શું છે પુરી ઘટના?
પ્રેમીઓ વિશે કહેવાય છે કે તે પોતાના પ્રેમ માટે પાગલ હોય છે અને પોતાની પ્રેમિકા માટે ગમે તે હદ સુધી જઈ શકે છે. આ વાતનો જીવતો જાગતો પુરાવો સામે આવ્યો છે. એક પ્રેમીએ તેની પ્રેમિકાને એવી રીતે પ્રપોઝ કરી કે હવે પુરી દુનિયામાં તેની ચર્ચા છે.
કેટલાક લોકો માત્ર આઈ લવ યુ કહીને જ પ્રપોઝ કરી દે છે તો કેટલાક તેના માટે મોટુ પ્લાનિંગ કરે છે અને ઝરા હટકે પ્રપોઝ કરે છે. આ વ્યક્તિએ પણ કંઈક હટકે કરવાનું વિચાર્યુ અને જીપીએસ ટ્રેકર લઈને 6500 કિમીની યાત્રા કરી દીધી.

તમે વિચારતા જ હશો કે આ પાગલ પ્રેમી કોમ છે તો જણાવી દઈએ કે, ટ્વિટર પર @Rainmaker1973 નામની વ્યક્તિએ આ ઘટના શેર કરી છે. જાપાનમાં યાસુશી તાકાહાશી નામના આ વ્યક્તિએ દેશભરમાં પ્રવાસ કર્યો અને જીપીએસથી અંગ્રેજી MARRY ME લખીને એક હાર્ટ બનાવી દીધુ.
ટ્વીટર પર યુઝર્સે લખ્યુ કે, આ યાસુશી તાકાહાશીની વાત છે, જેણે પોતાની ગર્લફ્રેન્ડને પ્રપોઝ કરવા માટે જીપીએસ ટ્રેકરથી 6500 કિમીનું ડ્રોઇંગ બનાવવા સમગ્ર જાપાનમાં પ્રવાસ કર્યો. હવે આ વિશ્વનું સૌથી મોટું જીપીએસ ડ્રોઇંગ બની ગયું છે.
ગર્લફ્રેન્ડને પ્રપોઝ કરવા માટે કોઈએ આવુ કર્યુ હોય તેવી આ પહેલી ઘટના છે. આટલી મહેનત કર્યા પછી લોકો અટકળ લગાવી રહ્યા છે કે છોકરીએ હા પાડી હશે કે કેમ? એક યુઝરે મજાકમાં લખ્યું કે, તેણે આ કરવા પર લગ્નના પ્રસ્તાવને ફગાવી દીધો હોવો જોઈએ, કારણ કે તેનાથી તે આશ્ચર્યચકિત થઈ ગઈ હશે.












Click it and Unblock the Notifications
