કઈ ધાતુમાંથી બનેલુ છે આદિત્ય એલ-1 મિશન? જાણો કેવી રીતે સુર્યની ગરમીથી બચાવશે?

પુરી દુનિયાને એનર્જી પુરી પાડતા સુર્યની સપાટી પરના રાઝ ખોલવા માટે ઈસરોએ આદિત્ય એલ-1 મિશન લોંચ કર્યુ છે. આ મિશન સુર્યની ભયાનક ગરમી વચ્ચે સુર્યની સપાટીનો અભ્યાસ કરશે.

આ મિશન લોંચ સાથે તમામ લોકોના મનમાં એક સવાલ એ છે કે એક તરફ પૃથ્વી પર જ આટલી ભયાનક ગરમી પડે છે ત્યારે આદિત્ય એલ-1 આ મિશન આ ગરમીને કેવી રીતે સહન કરશે? જણાવી દઈએ કે, આના માટે વૈજ્ઞાનિકોએ ખાસ ધાતુનો ઉપયોગ કર્યો છે.

Aditya L-1 mission

જણાવી દઈએ કે, આદિત્ય એલ-1 સૂર્યથી લાખો કિલોમીટર દુર જ સ્થાપિત થશે. તેને લેન્ડ કરવાનો કોઈ પ્લાન નથી. જો કે આ જગ્યાએ પણ અસહ્ય ગરમી હશે. આ ગરમીમાં કોઈપણ સામાન્ય ધાતુ સરળતાથી પીગળી શકે છે ત્યારે આદિત્ય એલ-1 ખાસ સામગ્રીમાંથી બનાવવામાં આવ્યુ છે.

આદિત્ય એલ-1 એ ઈસરોનું પ્રથમ સૂર્ય મિશન છે. આ પહેલા નાસા સહિત અન્ય ઘણી સ્પેસ એજન્સીઓએ પોતાના સ્પેસક્રાફ્ટને સૂર્ય પર મિશન માટે મોકલ્યા છે. આમાંના ઘણા મિશન સફળ થયા છે.

આદિત્ય એલ-1ને પીએસએલવી રોકેટથી સૂર્ય તરફ રવાના કરાયુ છે. આદિત્ય એલ-1 શ્રીહરિકોટાથી લોન્ચ કરવામાં આવી રહ્યું છે. ISRO તેના તમામ મિશન આ સ્થળેથી જ લોંચ કરે છે.

આદિત્ય L-1 ભારતમાં જ ડિઝાઇન કરવામાં આવ્યું છે. તેમાં હાજર 7 પેલોર્સમાંથી 6 ભારતમાં જ બનેલા છે. તે સૂર્યની નજીક નહીં જાય અને લેગ્રેન્જ બિંદુ પર રહેશે અને સૂર્ય પર સંશોધન કરશે. તે કઈ ધાતુથી બનેલુ છે તેની માહિતી ISRO દ્વારા આપવામાં આવી નથી.

જણાવી દઈએ કે, સ્પેસ એજન્સી મિશન સાથે જોડાયેલી ઘણી માહિતી ગુપ્ત રાખવામાં આવે છે. ઈસરોના આ મિશન પર દરેક દેશવાસીઓની જ નહીં પરંતુ અન્ય દેશોના લોકોની પણ નજર છે. ચંદ્રના દક્ષિણ ધ્રુવ સુધી પહોંચનારો એકમાત્ર દેશ ભારત ઝડપથી અવકાશમાં પોતાનો પરચમ લહેરાવી રહ્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X