પતિને છૂટાછેડા આપી સાવકા પુત્ર સાથે કર્યા લગ્ન, સંબંધોમાં થશે ગોટાળો
એવું કહેવાય છે કે જોડીઓ ઉપરવાળો બનાવીને મોકલે છે, પરંતુ કેટલીકવાર એવા કિસ્સાઓ સામે આવે છે, જે આ વાતને ખોટી સાબિત કરે છે અને એવું લાગે છે કે, આ જોડીઓ ઉપરવાળાએ નહીં, પરંતુ પૃથ્વી પર માનવીઓ દ્વારા બનાવવામાં આવી છે.
એવું કહેવાય છે કે જોડીઓ ઉપરવાળો બનાવીને મોકલે છે, પરંતુ કેટલીકવાર એવા કિસ્સાઓ સામે આવે છે, જે આ વાતને ખોટી સાબિત કરે છે અને એવું લાગે છે કે, આ જોડીઓ ઉપરવાળાએ નહીં, પરંતુ પૃથ્વી પર માનવીઓ દ્વારા બનાવવામાં આવી છે. રશિયાના એક દંપતીને જોતા, ઓછામાં ઓછું એવું જ લાગી રહ્યું છે. જ્યાં એક મહિલાએ તેના પતિને છૂટાછેડા આપી તેના સાવકા પુત્ર સાથે લગ્ન કર્યા છે. હવે તે તેના બાળકની માતા પણ બનવા જઈ રહી છે.

2 વર્ષ પહેલા લગ્ન કર્યા
'ધ મિરર'માં પ્રકાશિત થયેલા અહેવાલ અનુસાર, રશિયામાં રહેતી 37 વર્ષની મરિના બાલમાશેવા સોશિયલ મીડિયા ઇન્ફ્લુસર છે. 2 વર્ષપહેલા જ્યારે તેણે બીજા લગ્ન કર્યા ત્યારે તે ઘણી ચર્ચામાં આવી હતી. તેના લાઇમલાઇટમાં આવવાનું કારણ તેનો પતિ હતો.
હકીકતમાં,જેની સાથે તેણે બીજી વખત લગ્ન કર્યા તે તેનો 23 વર્ષનો સાવકો પુત્ર વ્લાદિમીર શેવરિન હતો. મરિના કહે છે કે, પતિ એલેક્સી શેવરિનથીછૂટાછેડા લીધા બાદ તેણી તેના સાવકા પુત્ર વ્લાદિમીર સાથે પ્રેમમાં પડી હતી. થોડા દિવસ રિલેશનશિપમાં રહ્યા બાદ બંનેએ લગ્ન કરવાનોનિર્ણય લીધો હતો.

10 વર્ષ બાદ પહેલા પતિથી છૂટાછેડા લીધા
મરિનાએ વ્લાદિમીર સાથે પ્રેમ પર વાત કરતા જણાવ્યું હતું કે, તે એલેક્સી સાથે લગ્ન કર્યા બાદ 2007માં વ્લાદિમીર સાથે મળી હતી. તેસમયે વ્લાદિમીર માત્ર 7 વર્ષનો હતો. ત્યારે તે તેની સાવકી મા હતી.
લગ્નના 10 વર્ષ બાદ, મરિનાએ એલેક્સીથી છૂટાછેડા લીધા હતા. થોડાસમય બાદ મરિના વ્લાદિમીર સાથે પ્રેમમાં પડી હતી. જે બાદ છૂટાછેડાના 3 વર્ષ પછી તેણે સાવકા પુત્ર વ્લાદિમીર સાથે લગ્ન કર્યા હતા.

બીજા લગ્ન પછી વજન ઘટ્યું
મરિના કહે છે કે, વ્લાદિમીર સાથેના લગ્ન સમયે તેનું વજન વધારે હતું. આવી સ્થિતિમાં, તેણે વ્લાદિમીરના કહેવા પ્રમાણે પોતાનું વજનઘટાડવાનું શરૂ કર્યું હતું. તેણે વજન ઘટાડ્યા બાદ પોતાને આકર્ષક દેખાવા માટે પ્લાસ્ટિક સર્જરી પણ કરાવી હતી.
મરિનાના ઈન્સ્ટાગ્રામ પર6 લાખથી વધુ ફોલોઅર્સ છે. સમય સમય પર, તે તેના પતિ સાથેના ફોટા અહીં શેર કરે છે. તાજેતરમાં તેણે ઈન્સ્ટાગ્રામ પર પોતાની પ્રેગ્નન્સી વિશે લોકોને જણાવ્યું હતું.

સંબંધોમાં થશે ગોટાળો
હવે આવનારૂ બાળક તેના પૂર્વ પતિનો પૌત્ર/પૌત્રી પણ હશે અને સાથે સાથે તે આ બાળકનો સાવકો પિતા પણ હશે.
આ સાથે આ બાળકનોપિતા આ બાળકનો સાવકો ભાઇ પણ હશે અને તેની માતા આવનાર બાળકની ભાભી પણ હશે. તમને બીજા ગોટાળા જણાય તો કોમેન્ટસેક્શનમાં લખી શકો છો.












Click it and Unblock the Notifications
