20 વર્ષ સુધી શોધ્યા બાદ પણ સારો પાર્ટનર ન મળતા યુવતીએ પોતાની સાથે જ કરી લીધા લગ્ન, જાણો શું છે પુરી ઘટના?
થોડા સમય પહેલા જ વડોદરાની એક યુવતી પોતાની સાથે જ લગ્ન કરીને સોશિયલ મીડિયા પર ચર્ચામાં આવી હતી. હવે આવી જ એક ઘટના યુકેમાં સામે આવી હતી.
અહેવાલો અનુસાર, યુનાઇટેડ કિંગ્ડમની આ 42 વર્ષીય મહિલા સારા વિલ્કિન્સને તેના માટે 20 વર્ષ સારા પાર્ટનરની શોધ કરી. પરંતુ તેને ક્યારેય સારો જીવનસાથી મળી શક્યો નહીં.

જો કે તેમ છત્તા પણ સારાએ તેની લગ્ન કરવાની ઈચ્છા જાળવી રાખી. સારાએ લગ્ન સમારોહનું આયોજન કર્યું અને સગાઈની વીંટી પણ ખરીદી. આ પછી તેણે તેના અંગત લોકોને બોલાવીને સફોકના લિક્સટોમાં હાર્વેસ્ટ હાઉસમાં સેલિબ્રેશન કર્યુ.
ક્રેડિટ કંટ્રોલર તરીકે કામ કરતી સારાએ કહ્યું કે, હું આકર્ષણનું કેન્દ્ર બનવા માંગતી હતી. આવી સ્થિતિમાં આ દિવસ ખૂબ જ સુંદર હતો. આ સમારોહ કોઈ સત્તાવાર લગ્ન ન હતા પરંતુ તે ચોક્કસપણે મારા લગ્નનો દિવસ હતો.
તેણીએ કહ્યું કે, મને લાગે છે કે તમે એ સ્થાને પહોંચી ગયા છો જ્યાં તમને લાગે છે કે મારી પાસે જીવનસાથી નથી, પણ હું લગ્ન જેવી બાબતોને કેમ ચૂકી જાઉં? મેં જે પૈસા બચાવ્યા હતા તે મારા લગ્ન માટે હતા. હું જે કરવા માંગુ છું તેના માટે તેનો ઉપયોગ કેમ ન કરવો?
સારાએ આ વિશે કહ્યું કે, તેણીએ દર મહિને રૂપિયા બચાવીને લગ્ન સમારંભ માટે 10,000 હજાર ડોલર જમા કર્યા હતા. તેણીએ 30 સપ્ટેમ્બરના રોજ આયોજીત કરેલા સમારોહ દરમિયાન પરિવાર અને મિત્રો જોડાયા હતા.












Click it and Unblock the Notifications
