For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એલિયન્સની મિસાઇલ છે વિશાળ એસ્ટરોઇડ, પૃથ્વી પર હુમલો કરવા માટે કરશે ઉપયોગ

19 ઓક્ટોબર, 2017ના રોજ જ્યારે ખગોળશાસ્ત્રીઓએ પૃથ્વીથી દૂર એક વિચિત્ર આકૃતિ જોઈ તો બધા આશ્ચર્યચકિત થઈ ગયા હતા. આ આકાર વિશે વધુ શોધ થઈ ત્યાં સુધીમાં, તે અદૃશ્ય થઈ ગયું હતું.

|
Google Oneindia Gujarati News

વોશિંગ્ટન : 19 ઓક્ટોબર, 2017ના રોજ જ્યારે ખગોળશાસ્ત્રીઓએ પૃથ્વીથી દૂર એક વિચિત્ર આકૃતિ જોઈ તો બધા આશ્ચર્યચકિત થઈ ગયા હતા. આ આકાર વિશે વધુ શોધ થઈ ત્યાં સુધીમાં, તે અદૃશ્ય થઈ ગયું હતું અને પછી ખગોળશાસ્ત્રીઓએ આ આકૃતિને 'ઓમુઆમુઆ' નામ આપ્યું અને તેને એક આંતરસ્ટેલર ઓબ્જેક્ટ તરીકે ડબ કર્યું છે.

જે આપણા સૌરમંડળની મુલાકાત લેવા માટે પ્રથમ જાણીતું છે, પરંતુ આકાશમાં દેખાતી આકૃતિ કઈ હતી, તે અંગે કોઈ ખાતરી કરી શક્યું ન હતું. વિશ્વવિખ્યાત હાર્વર્ડમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતા અમેરિકાના એક પ્રોફેસરે એક ડરામણો દાવો કર્યો છે.

હાવર્ડ પ્રોફેસરે કર્યો દાવો

હાવર્ડ પ્રોફેસરે કર્યો દાવો

હાર્વર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર એવી લોએબે દાવો કર્યો છે કે, એલિયન્સ એસ્ટરોઇડનો ઉપયોગ પૃથ્વી સામે વિનાશક હથિયાર તરીકે કરી શકે છે અને આ એસ્ટરોઇડ પૃથ્વીપર ભયંકર વિનાશ સર્જી શકે છે.

વૈજ્ઞાનિક અને ખગોળભૌતિકશાસ્ત્રી એવી લોએબે દાવો કર્યો છે કે, જે એસ્ટરોઇડથી એલિયન્સ પૃથ્વી પર હુમલો કરશે. તે પૃથ્વી પરનાતમામ સંસાધનોનો નાશ કરી શકે છે અને માનવ પાસે એ એસ્ટરોઇડને રોકવાનો કોઈ રસ્તો નથી.

હાવર્ડ પ્રોફેસર અવી લોએબ એલિયન્સ વિશે સનસનાટીભર્યા દાવાઓકરી ચૂક્યા છે અને ઘણા વૈજ્ઞાનિકો સાથેની તેમની ટીમ લાંબા સમયથી એલિયન્સ પર સંશોધન કરી રહી છે.

કોણ છે વૈજ્ઞાનિક અવી લોએબ?

કોણ છે વૈજ્ઞાનિક અવી લોએબ?

અવી લોએબ હાર્વર્ડ યુનિવર્સિટીમાં પ્રોફેસર છે અને હાર્વર્ડના ખગોળશાસ્ત્ર વિભાગના સૌથી લાંબા સમય સુધી સેવા આપતા અધ્યક્ષ છે. તેમણે એલિયન્સ વિશે એક પુસ્તકપણ લખ્યું છે, જેમાં તેણે મનુષ્યોને ચેતવણી આપી છે કે, તેણે સમયસર એલિયન્સ સામે લડવા માટે હથિયાર બનાવવું જોઈએ, કારણ કે જ્યારે એલિયન્સ પૃથ્વી પરહુમલો કરે છે, ત્યારે માનવીઓ પાસે તે વિનાશ સામે લડવાનો કોઈ રસ્તો રહેશે નહીં. પૃથ્વીનો નાશ થશે.

અવી લોએબ જે 59 વર્ષના થઈ ગયા છે, તે બ્રહ્માંડનીદુનિયાને સમજવા માટે ખૂબ જ ઉર્જા સાથે કામ કરી રહ્યા છે અને ફોક્સ ન્યૂઝ સાથેની મુલાકાત દરમિયાન અવી લોએબે જણાવ્યું હતું કે, વિજ્ઞાનનો કોઈ રાજકીય એજન્ડાનથી અને વૈજ્ઞાનિકોએ દરેક સાથે અને દરેક દલીલ સાથે વાત કરવી જોઈએ.

પ્રોફેસર લોએબના સનસનાટીભર્યા દાવા

પ્રોફેસર લોએબના સનસનાટીભર્યા દાવા

પ્રોફેસર લોએબે ઘણા વર્ષોની મહેનત બાદ વિવિધ પ્રકારની રૂપરેખા તૈયાર કરી છે, જેમાં તેમણે ઘણી વસ્તુઓનો સમાવેશ કર્યો છે. તેઓએ 2018ના ઉનાળામાં એકવૈજ્ઞાનિક પેપર પર કામ કરવાનું શરૂ કર્યું હતું.

લગભગ એક વર્ષ બાદ 'ઓમુઆમુઆ દેખાયા. જેમાં તેમણે બ્રહ્માંડ વિશેની ઘણી થિયરીઓનું વિશ્લેષણ કર્યું છે અને ઘણારહસ્યો સમજાવવાનો પ્રયાસ કર્યો છે. પ્રોફેસર લોએબે દાવો કર્યો છે કે, યુએફઓ પૃથ્વી પર હુમલો કરતા પહેલા જાસૂસી કરી શકે છે.

યુદ્ધની પ્રકૃતિ બદલવાનો દાવો

યુદ્ધની પ્રકૃતિ બદલવાનો દાવો

પેન્ટાગોને ગયા વર્ષે જૂનમાં એલિયન્સ વિશે એક રિપોર્ટ સાર્વજનિક કર્યો હતો, પરંતુ પેન્ટાગોનના રિપોર્ટમાં એલિયન્સ વિશે અધૂરી વાતો લખવામાં આવી હતી અનેએલિયન્સ વિશેના એકંદરે દાવાઓને ફગાવી દેવામાં આવ્યા હતા, પરંતુ અલાબામામાં યુએસ એર કમાન્ડ એન્ડ સ્ટાફ કોલેજના પ્રોફેસર પોલ સ્પ્રિંગરે સન ઓનલાઈનમાટે આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, આકાશમાં કંઈક છે, જે અમેરિકા સમજી શકતું નથી.

તેમણે દાવો કર્યો હતો કે, જો કોઈ હુમલો થશે, તો તે એ જ હુમલો હશે જેરીતે 300 વર્ષ પહેલાં યુરોપિયનોએ અમેરિકા પર કર્યો હતો, જ્યારે યુરોપમાં સંસાધનોનો અભાવ હતો અને સ્થાનિક લોકોનો નાશ થયો હતો.

હુમલાને ટાળવાના વિકલ્પો?

હુમલાને ટાળવાના વિકલ્પો?

પ્રોફેસર પોલ સ્પ્રિન્ગરે વધુમાં જણાવ્યું હતું કે, સેના પાસે ઘણા વિકલ્પો છે કે, જેથી કોઈ પણ વ્યક્તિ આપણા પર હુમલો ન કરે, પરંતુ જો એ જ એલિયન્સ હુમલો કરે તોતેમની ટેક્નોલોજીને પકડવી અશક્ય છે. પ્રોફેસરે દાવો કર્યો હતો કે, એલિયન્સ એસ્ટરોઇડનો હથિયાર તરીકે ઉપયોગ કરીને પૃથ્વી પર હુમલો કરી શકે છે.

તેમણે જણાવ્યુંહતું કે, એલિયન્સ પોતાની રહસ્યમય વસ્તુઓ છૂપાવવા માટે ગ્રહોની જાસૂસી કરી શકે છે. પ્રોફેસર પોલ સ્પ્રિંગરે જણાવ્યું હતું કે, પૃથ્વી પર જે પરમાણુ બોમ્બ અસ્તિત્વધરાવે છે. તેને એલિયન્સ લેસર હથિયારો અથવા એસ્ટરોઇડનો ઉપયોગ કરીને નષ્ટ કરી શકે છે.

એલિયન્સના હથિયારમાં ઘણા ખતરનાક વાયરસ પણ હોય શકે છે, જેપૃથ્વી પરથી સમગ્ર માનવ વસ્તીને ખતમ કરી શકે છે.

મનુષ્યના અસ્તિત્વનું રક્ષણ કેવી રીતે થશે?

મનુષ્યના અસ્તિત્વનું રક્ષણ કેવી રીતે થશે?

પ્રોફેસર પોલ સ્પ્રિન્ગરે એલિયન હુમલાઓ સામે કેવી રીતે રક્ષણ કરવું તે અંગેના પ્રશ્ન પર ઇન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું હતું કે, માનવીએ દેખીતી રીતે એલિયન્સથીપોતાને બચાવવા અથવા તેમના અસ્તિત્વને બચાવવા માટે સૈન્યનો આશરો લેવો પડે છે.

સેનાની બે પ્રાથમિકતાઓ હશે. પ્રથમ પ્રાથમિકતા માનવીના અસ્તિત્વનેબચાવવાની છે અને બીજી પ્રાથમિકતા એ 'અલૌકિક' ટેક્નોલોજીનો કબ્જો લેવાની છે, જે એલિયન્સ પાસે હશે.

ઉલ્લેખનીય છે કે, નાસાએ માહિતી આપી છે કે, જાન્યુઆરીમહિનામાં ઓછામાં ઓછા પાંચ લઘુગ્રહ પૃથ્વીની નજીકથી પસાર થઈ રહ્યા છે અને પહેલો લઘુગ્રહ 11 જાન્યુઆરીએ અને બીજો લઘુગ્રહ 18 જાન્યુઆરીએ પસાર થવાજઈ રહ્યો છે. વૈજ્ઞાનિક પોલ કહે છે કે, આ એસ્ટરોઇડ એલિયન્સના સંભવિત શસ્ત્રો છે.

વિજ્ઞાનીઓનો પ્રોજેક્ટ ગેલીલિયો

વિજ્ઞાનીઓનો પ્રોજેક્ટ ગેલીલિયો

હાર્વર્ડ યુનિવર્સિટીના ખગોળશાસ્ત્રના પ્રોફેસર એવી લોએબના નેતૃત્વમાં ગેલીલિયો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. જેના દ્વારા એ જાણવાનો પ્રયાસ કરવામાં આવશે કે,પૃથ્વી પર આપણે જે જાણીએ છીએ તે સિવાય અલૌકિક શક્તિઓ ખરેખર અસ્તિત્વમાં છે કે કેમ.

પ્રોજેક્ટ ગેલીલિયો મેન્ટેલિસ્કોપ અવલોકનો કરવામાં આવશે અને કેમેરાઅવકાશમાં મોકલવામાં આવશે. આ ઉપરાંત અનેક પ્રકારના સંશોધનો પણ કરવામાં આવશે.

પ્રોજેક્ટ ગેલીલિયો ના દાવા

પ્રોજેક્ટ ગેલીલિયો ના દાવા

પ્રોજેક્ટ ગેલીલિયો ટીમના એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, પૃથ્વી અને સૂર્યની સિસ્ટમ વિશે ભૂતકાળમાં ઘણી મહત્વપૂર્ણ શોધો કરવામાં આવી છે, તેથી પ્રોજેક્ટગેલીલિયો શરૂ કરવામાં આવ્યો છે. કારણ કે, પૃથ્વી ઉપરાંત આવી ઘણી વસ્તુઓ શોધવાની જરૂર છે, જે અમે હવે અવગણના કરી શકશે નહીં. તે બહારની દુનિયાનીસંસ્કૃતિઓને હવે અવગણી શકાય નહીં. હાર્વર્ડ યુનિવર્સિટીનો આ પ્રોજેક્ટ ફક્ત એલિયન્સની શોધ માટે છે.

એલિયન્સ મિત્ર છે કે દુશ્મન?

એલિયન્સ મિત્ર છે કે દુશ્મન?

રિપોર્ટ અનુસાર હાવર્ડ યુનિવર્સિટીએ આ પ્રોજેક્ટ ત્યારે શરૂ કર્યો છે, જ્યારે 2017માં યુએસ સરકારે UFOs અને Interstellar વિશે 'Oumuamua' નામનો રિપોર્ટતૈયાર કર્યો હતો.

જેમાં ETC એટલે કે અલૌકિક શક્તિઓની પુષ્ટિ કરવામાં આવી હતી, પરંતુ આજ સુધી એ ખબર નથી કે, આ અલૌકિક શક્તિઓ પૃથ્વીની બહાર ક્યાંહાજર છે, તેઓ કયા ગ્રહ પર રહે છે, તેમનું જીવન કેવું છે, તેમની પાસે કઈ ટેક્નોલોજી છે, તેમની જીવનશૈલી શું છે અને સૌથી મહત્ત્વની વાત એ છે કે, તેઓ મનુષ્યનામિત્રો છે કે દુશ્મન?

English summary
Alien may use huge asteroids as missiles to attack on the Earth.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X