For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પૃથ્વી પરના બધા માણસો એલિયન્સ છે! આ ગ્રહ પરથી આવ્યું છે જીવન, વૈજ્ઞાનિકોએ કર્યો ચોંકાવનારો દાવો

એલિયન્સ વિશે દરરોજ આશ્ચર્યજનક દાવા કરવામાં આવે છે. શું બ્રહ્માંડમાં એલિયન્સ અસ્તિત્વ ધરાવે છે? વૈજ્ઞાનિકો વર્ષોથી આ પ્રશ્નનો જવાબ શોધી રહ્યા છે, પરંતુ હજૂ સુધી તેમને કોઈ નક્કર પુરાવા મળ્યા નથી.

|
Google Oneindia Gujarati News

એલિયન્સ વિશે દરરોજ આશ્ચર્યજનક દાવા કરવામાં આવે છે. શું બ્રહ્માંડમાં એલિયન્સ અસ્તિત્વ ધરાવે છે? વૈજ્ઞાનિકો વર્ષોથી આ પ્રશ્નનો જવાબ શોધી રહ્યા છે, પરંતુ હજૂ સુધી તેમને કોઈ નક્કર પુરાવા મળ્યા નથી. જોકે, એલિયન્સ વિશે દરરોજ નવા દાવા કરવામાં આવે છે. હવે વૈજ્ઞાનિકોએ એક વિચિત્ર અને ચોંકાવનારો દાવો કર્યો છે. તેઓ કહે છે કે, પૃથ્વી પર જીવન એક એવા ગ્રહ પરથી આવ્યું છે, જે પૃથ્વીથી અબજો કિલોમીટરના અંતરે સ્થિત છે.

હવે મોટો પ્રશ્ન એ છે કે, શું મનુષ્ય એલિયન છે? માનવીના DNA માં રાસાયણિક બ્લોક્સ જોવા મળે છે, જે એસ્ટરોઇડમાં પ્રથમ વખત મળી આવ્યા છે. અબજો વર્ષો પહેલા આ એસ્ટરોઇડ પૃથ્વી સાથે અથડાયા હતા. હવે તે સૂચવે છે કે, પૃથ્વી પર જીવન બીજે ક્યાંકથી આવ્યું છે. આ સિવાય દૂર સ્થિત અન્ય ગ્રહ પર પણ મનુષ્ય હોય શકે છે.

એક મીડિયા રિપોર્ટ અનુસાર, વૈજ્ઞાનિકોએ ત્રણ કાર્બનથી ભરપૂર ઉલ્કાઓ મર્ચિસન, મુરે અને તાગિશ લેકનું હાઈટેક રીતે પરીક્ષણ કર્યું છે. જાપાનની હોકાઈડો યુનિવર્સિટીના પ્રોફેસર યાસુહિરો ઓબા કહે છે કે, અમને ન્યુક્લિયોબેઝ સહિત ઘણી જૈવિક સામગ્રી મળી છે. આ જૈવિક સામગ્રી માનવ જીવન માટે જરૂરી બ્લોક્સ છે.

હોક્કાઇડો યુનિવર્સિટીના પ્રોફેસરોનું કહેવું છે કે, આ ઓર્ગેનિક મટિરિયલ્સ ચાર અબજ વર્ષ પહેલાં એસ્ટરોઇડ, ઉલ્કાઓ, ધૂમકેતુઓ અને ગ્રહોની ધૂળના કણોમાંથી પૃથ્વી પર લાવવામાં આવ્યા હશે. તેમનું કહેવું છે કે, જ્યારે અવકાશનો કાટમાળ પૃથ્વી પર વરસતો હશે.

આ રીતે પૃથ્વી પર જીવન આવ્યું

આ રીતે પૃથ્વી પર જીવન આવ્યું

યાસુહિરો ઓબા માને છે કે, પૃથ્વી પરના જીવનના વિકાસમાં અવકાશમાંથી આવતી સામગ્રીએ મહત્વની ભૂમિકા ભજવી છે. તેમણે આ શોધનેખૂબ જ રોમાંચક ગણાવી હતી. તે કહે છે કે આ જીવન કેવી રીતે શરૂ થયું તેની અમારી સમજને વિસ્તૃત કરે છે.

પૃથ્વી પર જીવનનો આધારડીએનએ અને આરએનએની રચના માટે બે પ્રકારના ન્યુક્લિયોબેઝની જરૂર છે, જેને પાયરિમિડિન અને પ્યુરિન કહેવામાં આવે છે. આ પહેલાપ્યુરિન માત્ર ઉલ્કાઓમાં જ જોવા મળતું હતું.

એલિયન્સ સાથે વાત કરવાની તૈયારી કરી રહ્યું છે નાસા

એલિયન્સ સાથે વાત કરવાની તૈયારી કરી રહ્યું છે નાસા

આ અગાઉ સમાચાર આવ્યા હતા કે, નાસા એલિયન્સ સાથે વાત કરવાની તૈયારી કરી રહ્યું છે. હકીકતમાં નાસાએ એલિયન્સને તેમનીભાષામાં સંદેશ મોકલવાની યોજના બનાવી છે, જેના પર યુએસ સ્પેસ એજન્સીના વૈજ્ઞાનિકોએ પણ કામ શરૂ કરી દીધું છે. કેલિફોર્નિયામાંનાસાની જેટ પ્રોપલ્શન લેબોરેટરીના વૈજ્ઞાનિકો આ યોજના પર કામ કરી રહ્યા છે, જેનું નેતૃત્વ ડૉ. જોનાથન જિયાંગ કરી રહ્યા છે.

ઓક્સફર્ડના વૈજ્ઞાનિકોએ આપી છે ચેતવણી

ઓક્સફર્ડના વૈજ્ઞાનિકોએ આપી છે ચેતવણી

નાસાની આ યોજના અંગે ઓક્સફર્ડના વૈજ્ઞાનિકોએ ચેતવણી જાહેર કરી છે. તેમણે કહ્યું કે, નાસાની આ યોજના બાહ્ય અવકાશમાં પૃથ્વીનુંસ્થાન જાહેર કરી શકે છે. આ સિવાય એલિયન્સને પૃથ્વી પર હુમલો કરવા માટે લોકેશન મળશે.

English summary
All humans on Earth are aliens! Life has come from this planet.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X