Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Amarnath Yatra : પહેલી જુલાઈની દર્શન આપશે બાબા બર્ફાની, જાણો અમરનાથ યાત્રાનો ઇતિહાસ અને મહત્વ

ભારતની સૌથી પવિત્ર યાત્રાઓમાંથી એક અમરનાથ યાત્રા પહેલી જુલાઈથી શરૂ થવા જઈ રહી છે. યાત્રા પહેલા તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે. જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ કહ્યું કે, યાત્રાળુઓની સુવિધા માટે તમામ શક્ય વ્યવસ્થા સુનિશ્ચિત કરાવા સરકાર પ્રતિબદ્ધ છે.

મનોજ સિન્હાએ કહ્યું કે, અમરનાથ શ્રાઈન બોર્ડના અધિકારીઓ શ્રદ્ધાળુઓની જરૂરિયાતો માટે સખત મહેનત કરી રહ્યા છે. દુનિયાભરના લાખો શ્રદ્ધાળુઓ માટે બાબા અમરનાથની પવિત્ર ગુફાની મુલાકાત એક સ્વપ્ન સમાન છે.

01

આ વર્ષે અમરનાથ યાત્રા 1 જુલાઈથી શરૂ થઈ રહી છે અને 31મી ઓગસ્ટે પૂરી થશે. યાત્રા શરૂ થવામાં થોડા દિવસો બાકી છે ત્યારે આજે અમે તમને યાત્રાની શરૂઆત અને તેના મહત્વ વિશે વિગતે જણાવવા જઈ રહ્યા છીએ.

અમરનાથ યાત્રાનો ઇતિહાસ
અમરનાથ શ્રાઈન બોર્ડની વેબસાઈટ અનુસાર, મહર્ષિ ભૃગુ પવિત્ર અમરનાથ ગુફાની મુલાકાત લેનારા પહેલા વ્યક્તિ હતા. લોકવાયકા અનુસાર, એકવાર કાશ્મીર ખીણ પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. આ સમયે મહર્ષિ કશ્યપે નદીઓ અને નાળાઓથી પાણીનો નિકાલ કર્યો હતો. તે દિવસોમાં ઋષિ ભૃગુ હિમાલયની યાત્રામાં આ જ માર્ગેથી આવ્યા હતા અને એકાંતની શોધમાં હતા ત્યારે તેમને બાબા અમરનાથે પવિત્ર ગુફામાં દર્શન આપ્યા. એ સમયથી લાખો શ્રદ્ધાળુઓ પવિત્ર ગુફાના દર્શને પહોંચે છે.

પુરાણોમાં પણ ઉલ્લેખ

આ પવિત્ર અમરનાથ ગુફાનું અસ્તિત્વ પુરાણોમાં પણ જોવા મળે છે. ઈતિહાસકાર કલ્હણે પણ પોતાના પુસ્તક રાજતરંગિણીમાં અમરનાથ ગુફાનો ઉલ્લેખ કર્યો છે. ફ્રેન્ચ પ્રવાસી ફ્રાંસ્વા બર્નિયરે પણ તેમના પુસ્તકમાં અમરનાથ યાત્રાનો વિગતે ઉલ્લેખ કર્યો છે.

02

અમરનાથને લઈને ઘણી માન્યતાઓ છે

અમરનાથને લઈને એક વાર્તા એવી પણ પ્રચલિત છે કે વર્ષ 1850માં બુટા મલિક નામના ભરવાડે અમરનાથ ગુફાને ફરીથી શોધી કાઢી હતી. માન્યતા અનુસાર, એક સાધુએ બુટા મલિકને કોલસાથી ભરેલી થેલી આપી હતી. ઘરે પહોંચીને તેણે તે થેલી ખોલી તો તેમાં સોનાના સિક્કા ભરેલા હતા.

બુટા આનાથી ખૂબ જ ખુશ થયો અને તે સાધુનો આભાર માનવા ઘર બહાર આવ્યો તો ઋષિ ત્યાંથી ગાયબ થઈ ગયા હતા. ત્યારે આ ભરવાડે ત્યાંની પવિત્ર ગુફા અને બરફથી બનેલું શિવલિંગ જોયું. આ પછી તેણે ગામલોકોને આ જણાવ્યું. ત્યારથી આ એક પવિત્ર યાત્રાધામ છે.

સ્વામી વિવેકાનંદે પણ મુલાકાત લીધી છે

ભગિની નિવેદિતાએ તેમના પુસ્તક 'નોટ્સ ઓફ સમ વન્ડરિંગ વિથ સ્વામી વિવેકાનંદ'માં લખ્યુ છે કે, સ્વામી વિવેકાનંદે 1898માં અમરનાથ ગુફાની મુલાકાત લીધી હતી. આ પુસ્તક અનુસાર, જ્યારે સ્વામીજી પવિત્ર અમરનાથ ગુફામાં પહોંચ્યા ત્યારે તેમણે કહ્યું કે આજે ભગવાન શિવ મને રૂબરૂમાં દેખાયા. તેમણે કહ્યું કે મેં આજ સુધી આટલું સુંદર અને પ્રેરણાદાયી સ્થળ ક્યારેય જોયું નથી અને ન તો કોઈ ધાર્મિક સ્થળનો આટલો આનંદ લીધો છે.

વિવિધ લોકવાયકાઓ પ્રચલિત છે

લોકવાયકાઓ અનુસાર, ભગવાન શિવ ખરેખર અમરનાથ ગુફામાં રહે છે. માન્યતા છે કે, એકવાર માતા પાર્વતીએ ભગવાન શિવ પાસેથી તેમના અમરત્વનું કારણ જાણવાની ઈચ્છા કરી. આ દરમિયાન ભગવાન શિવે માતા પાર્વતીને કહ્યું કે, આ માટે તમારે અમર કથા સાંભળવી પડશે. આ માટે તેણે એવી જગ્યા શોધવાનું શરૂ કર્યું જ્યાં આ અમર વાર્તા બીજું કોઈ સાંભળી ન શકે.

પછી વાર્તા માટે તે અમરનાથ ગુફા પહોંચ્યા. જ્યારે ભગવાન શિવ માતા પાર્વતીને અમર વાર્તા સંભળાવવા માટે અમરનાથ ગુફા માટે રવાના થયા ત્યારે તેમણે નંદીને પણ પહેલગામમાં છોડી દીધો.

આ છી ભગવાન શિવે ચંદનવાડી ચંદ્રને પોતાની જટામાંથી મુક્ત કર્યો. તેમણે શેષનાગ નામના સરોવરના કિનારે પોતાના ગળામાંથી સાપને પણ મુક્ત કર્યા. તેમણે પોતાના પુત્ર ગણેશને મહાગુણ પર્વત પર છોડી દીધા.

પછી પંચતર્ણી નામના સ્થળે પહોંચ્યા પછી ભગવાન શિવે પાંચ તત્વો પૃથ્વી, જળ, વાયુ, અગ્નિ અને આકાશનો પણ ત્યાગ કર્યો. આ બધાને પાછળ છોડીને ભગવાન શિવ માતા પાર્વતી સાથે અમરનાથ ગુફામાં પ્રવેશ્યા અને ત્યાં સમાધિ લીધી.

સમાધિ બાદ ભગવાન શિવે કાલાગ્નીની રચના કરી અને તેને ગુફાની આસપાસ હાજર દરેક જીવોનો નાશ કરવા માટે આગ ફેલાવવા આદેશ આપ્યો, જેથી માતા પાર્વતી સિવાય કોઈ અમર કથા સાંભળી ન શકે.

આજે પણ જોવા મળે છે અમર કબુતર

આ તમામ વસ્તુઓ કર્યા પછી પછીભગવાન શિવે માતા પાર્વતીને અમરત્વનું રહસ્ય કહેવાનું શરૂ કર્યું. પરંતુ અચાનક કબૂતરોની જોડી ત્યાં પહોંચી અને અમરત્વનું રહસ્ય સાંભળી લીધુ. આ સાથે, કબૂતરોની આ જોડી અમર થઈ ગઈ. ઘણા યાત્રાળુઓએ કબૂતરોની આ જોડી જોઈ હોવાનો દાવો કર્યો છે અને તે આ જોઈને આશ્ચર્યમાં છે કે આટલા ઠંડા અને ઊંચાઈવાળા વિસ્તારમાં આ પક્ષીઓ કેવી રીતે જીવીત છે.

કુદરતી રીતે શિવલિંગ બને છે

અમરનાથની પવિત્ર ગુફા ઉનાળાના અમુક દિવસો સિવાય મોટા ભાગના વર્ષમાં બરફથી ઢંકાયેલી રહે છે. આશ્ચર્યની વાત એ છે કે, આ પવિત્ર ગુફામાં દર વર્ષે કુદરતી રીતે બરફનું શિવલિંગ બને છે.

કહેવાય છે કે આ ગુફાની છતની તિરાડમાંથી પાણીના ટીપાં ટપકતાં બરફનું લિંગ બને છે અને ઠંડીને કારણે પાણી જામી જાય છે અને બરફ શિવલિંગનો આકાર લે છે. આ શિવલિંગની બાજુમાં બે નાના અને આકર્ષક બરફના શિવલિંગ પણ બને છે. જેને માતા પાર્વતી અને ભગવાન ગણેશનું પ્રતિક માનવામાં આવે છે.

અમરનાથ શિવલિંગ ચંદ્ર સાથે વધે અને ઘટે છે

અમરનાથ વિશ્વનું એકમાત્ર શિવલિંગ છે જે ચંદ્રના પ્રકાશના ચક્ર સાથે વધે અને ઘટે છે. આ શિવલિંગ શ્રાવણ શુક્લ પક્ષની પૂર્ણિમા પર પૂર્ણ કદમાં જોવા મળે છે અમાવસ્યા સુધીમાં તેનું કદ ઘટવા લાગે છે. આવું દર વર્ષે થાય છે. દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ આ બરફના શિવલિંગના દર્શન કરવા અમરનાથની પવિત્ર ગુફાની મુલાકાત લે છે.

હિમાલયમાં સ્થિત અમરનાથ ગુફા હિંદુઓ માટે પવિત્ર યાત્રાધામ છે. પ્રાચીન સમયમાં આ ગુફાને અમરેશ્વર કહેવામાં આવતી હતી. બરફમાંથી શિવલિંગની રચનાને તેને બાબા બર્ફાની પણ કહેવામાં આવે છે. માન્યતા છે કે જે પણ ભક્ત આ પવિત્ર ગુફામાં બનેલા શિવલિંગના સાચા મનથી દર્શન કરે છે તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે.

પુરાણો અનુસાર, બાબા અમરનાથના દર્શન કરવાથી કાશીમાં લિંગના દર્શન અને પૂજા કરતાં 10 ગણુ વધારે પુણ્ય મળે છે. પ્રયાગ કરતાં 100 ગણુ વધારે અને નૈમિષારણ્ય તીર્થયાત્રા કરતાં 1000 ગણુ વધારે ફળ મળે છે. માન્યતા તો એ પણ છે કે, અમરનાથ ગુફા ઉપર પર્વત પર શ્રી રામ કુંડ છે. અમરનાથ ગુફામાં સ્થિત પાર્વતી શક્તિપીઠ 51 શક્તિપીઠમાંથી એક છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X