ગાળો બોલનારા લોકો વધારે ખુશ રહે છે? જાણો શું કહે છે સંશોધન?
સામાન્ય રીતે સમાજમાં ગાળો કે અપશબ્દો બોલનારા લોકોને અસંસ્કારી તરીકે જોવામાં આવે છે. જો કે તમને જાણીને નવાઈ લાગશે કે ગાળો બોલવી એ એક થેરાપી સમાન છે. ગાળો બોલનારા લોકો અન્ય લોકો કરતા વધારે ખુશ રહે છે.
ગાળો બોલવી અને સાંભળવી એ ન ગમતી વસ્તુ છે પરંતુ અભ્યાસો અનુસાર, ગાળો બોલવાથી શરીર પણ સારૂ રહે છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે ગાળો સારા માનસિક સ્વાસ્થ્ય માટે દવાનું કામ કરે છે.

આ વાતનો ખુલાસો વર્ષ 2015માં એક અભ્યાસમાં થયો. આ અભ્યાસમાં લોકોને કેટલાક શબ્દો લખવાનું કહેવાયુ. આ શબ્દો ચોક્કસ અક્ષરો સાથે લખવાના હતા. આ શબ્દોમાં મોટાભાગના શબ્દો એવા હતા જે કોઈને બદદુઆ દેવા માટે વપરાતા હોય,. કેટલાક ભણેલા-ગણેલા લોકોએ શ્રાપ આપવા માટે શબ્દો પસંદ કર્યા, જે તદ્દન અલગ હતા. આ તેમની બુદ્ધિ ક્ષમતા દર્શાવતા હતા.
આ સિવાય ન્યુજર્સીની કીન યુનિવર્સિટીના એક રિસર્ચમાં પણ જણાવાયુ છે કે, જે લોકો અપશબ્દો બોલીને પોતાનો ગુસ્સો બહાર કાઢે છે તેમના મન પર બોજ નથી પડતો અને તેમને આનાથી ઘણો ફાયદો થાય છે. આ કારણે ઉંમર પણ વધે છે અને ડિપ્રેશનની શક્યતાઓ પણ ઘટી જાય છે.
ગાળો બોલવી એ ખોટી વસ્તુ ભલે કહેવાતી હોય પરંતુ આ તમામ સંશોધનો દર્શાવે છે કે ગાળ આપવી એ એટલુ ખરાબ નથી.












Click it and Unblock the Notifications
