આ છોડને અડ્યા તો ગયા સમજો, આવે છે આત્મહત્યાના વિચાર, જાણો ક્યાં જોવા મળે છે આ વિચિત્ર છોડ?
વિશ્વમાં વિવિધ પ્રકારના ઝાડ અને છોડ જોવા મળે છે. ક્યાં માનવભક્ષી છોડ હોવાની પણ વાતો સામે આવતી રહે છે. જો કે આજે જે છોડની વાત કરવાના છીએ એ છોડ એટલો વિચિત્ર છે કે તેને અડતા જ માણસને આત્મહત્યાના વિચાર આવવાના શરૂ થઈ જાય છે.
આ છોડ તેની આ વિશેષતાઓને કારણે સુસાઇડ પ્લાન્ટના નામે ઓળખાય છે. હવે સવાલ એ થાય કે આખરે આ છોડમાં એવુ તો શું છે કે લોકોને આત્મહત્યા કરવાના વિચારો શરૂ થઈ જાય છે?

સુસાઇડ પ્લાન્ટના નામે જાણીતા આ પ્લાન્ટનું મુળ નામ Gympie Gympie છે અને તેનું વૈજ્ઞાનિક નામ ડેન્ડ્રોકનાઇડ મોરોઇડ્સ છે. આ છોડ ઓસ્ટ્રેલિયાના ઉત્તર-પૂર્વીય રેન ફોરેસ્ટમાં જોવા મળે છે.
પહેલી નજરમાં અન્ય છોડ જેવો જ દેખાતો આ છોડ તેના લક્ષણોને કારણે ઘાતક છે. આ છોડમાં કેટલાક એવા તત્વો છે જે માણસને અડતા જ નુકસાન પહોંચાડે છે. કહેવાય છે કે આ છોડને એક વખત અડતાની સાથે જ ઘણી મુશ્કેલીઓ શરૂ થઈ જાય છે.
અહેવાલો અનુસાર, જો આ છોડનો કાંટો વાગે તો શરીરમાં ખૂબ અસહ્ય પીડા શરૂ થઈ જાય છે. આનાથી વ્યક્તિને ગરમ એસિડ અને ઇલેક્ટ્રિક શોકના ઝાટકા એકસાથે અનુભવાય છે. આ આ પીડા એ હદે વધી જાય છે કે આત્મહત્યાના વિચાર આવવાના શરૂ થઈ જાય છે. આટલા માટે જ તેને સુસાઈડ પ્લાન્ટ તરીકે ઓળખવામાં આવે છે.












Click it and Unblock the Notifications
