For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પૃથ્વીની ખૂબ નજીકથી પસાર થશે મોટો એસ્ટરોઇડ, થઇ શકે છે મોટો વિનાશ

નાસાએ પહેલાથી જ એસ્ટરોઇડ 99942 એપોફિસની પહોંચવાની તૈયારી શરૂ કરી દીધી છે જેને 'God of Chaos' એસ્ટરોઇડ કહેવામાં આવે છે.

|
Google Oneindia Gujarati News

નાસાએ પહેલાથી જ એસ્ટરોઇડ 99942 એપોફિસની પહોંચવાની તૈયારી શરૂ કરી દીધી છે જેને 'God of Chaos' એસ્ટરોઇડ કહેવામાં આવે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે લગભગ 10 વર્ષ પછી તે પૃથ્વીની ખૂબ નજીકથી પસાર થશે. નાસાના વૈજ્ઞાનિકો પણ આ એસ્ટરોઇડ વિશે ખૂબ જ ચિંતિત છે કારણ કે આ એસ્ટરોઇડ નાસાના ઉપગ્રહોની નજીકથી પસાર થશે. 340 મીટર મોટો એસ્ટરોઇડ 99942 એપોફિસ પૃથ્વીથી ખુબ જ નજીકથી આશરે 19,000 માઇલની અંદરથી પસાર થશે.

સૌથી મોટા એસ્ટરોઇડ માંથી એક છે

સૌથી મોટા એસ્ટરોઇડ માંથી એક છે

એપોફિસ એ પૃથ્વીની સપાટીની નજીકથી પસાર થનારો સૌથી મોટા એસ્ટરોઇડ માંથી એક છે. તેને પૃથ્વી માટે સંભવિત ખતરનાક સાબિત થનારા એસ્ટરોઇડની શ્રેણીમાં વર્ગીકૃત કરવામાં આવ્યો છે. તેને લઈને સમસ્યા એ છે કે તે અવકાશમાં સ્થિત ઘણા નાસાના ઉપગ્રહો પાસેથી પસાર થશે. જો તે પૃથ્વીની નજીકથી પસાર થતા સમયે કોઈ કારણસર તે પૃથ્વી સાથે ટકરાશે, તો તેના પરિણામો ભયંકર હશે.

પૃથ્વી પર મચાવી શકે છે તબાહી

પૃથ્વી પર મચાવી શકે છે તબાહી

વૈજ્ઞાનિકોએ અનુમાન લગાવ્યું છે કે જો તે પૃથ્વી સાથે ટકરાશે, તો ધરતી પર ગંભીર ભૂસ્ખલન અને વાવાઝોડા આવી શકે છે. જેના કારણે આખી માનવજાતનો અંત આવી શકે છે. કેટલાક વૈજ્ઞાનિકોનું એવું પણ માને છે કે પૃથ્વી સાથે તેના ટકરાવાની શક્યતા ઓછી છે. વૈજ્ઞાનિકો માને છે કે આ એસ્ટેરોઈડની ગતિ અને દિશા બદલાશે, તેમ છતાં તે પૃથ્વીની ખૂબ નજીકથી પસાર જશે. જેની પૃથ્વી પર એટલી અસર પડી શકે છે કે અહીં ભૂસ્ખલન અને વાવાઝોડા જેવી પરિસ્થિતિ સર્જાય શકે છે.

દૂરબીન વિના આંખોથી જોઈ શકાય છે

દૂરબીન વિના આંખોથી જોઈ શકાય છે

રડાર નાસાની વૈજ્ઞાનિક મરિના બ્રોઝોવિકે કહ્યું કે 2029 માં જ્યારે એપોફિસ નજીક હશે, તે વિજ્ઞાનના દ્રષ્ટિકોણથી જોઈએ તો આ એક અવિશ્વસનીય તક હશે. તે જ સમયે, ખગોળશાસ્ત્રી ડેવિડ ફરોનકીયાએ કહ્યું કે આપણે પહેલેથી જ જાણીએ છીએ કે પૃથ્વીની નજીક આવતાં જ એપોફિસની ભ્રમણકક્ષા બદલાશે. વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે તે એટલી નજીકથી પસાર થશે કે તે વિશ્વના કેટલાક ભાગોમાં રાત્રે કોઈ ટેલિસ્કોપ વિના જોઈ શકાશે. તે અમેરિકાની ઉપર થઈને હિંદ મહાસાગરને પાર કરશે.

આ પણ વાંચો: ઝારખંડના આ વ્યક્તિએ સ્કૂટરમાંથી બનાવ્યું મીની ટ્રેક્ટર, જુઓ તસવીરો

English summary
Asteroids will pass very close to Earth, causing great destruction
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X