For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઝારખંડના આ વ્યક્તિએ સ્કૂટરમાંથી બનાવ્યું મીની ટ્રેક્ટર, જુઓ તસવીરો

ઝારખંડના આ વ્યક્તિએ સ્કૂટરમાંથી બનાવ્યું મીની ટ્રેક્ટર, જુઓ તસવીરો

|
Google Oneindia Gujarati News

દેશમાં ઘણું ટેલેન્ટ ભરેલું છે પરંતુ તેની કદર કોઈન નથી. શોધવા જવાથી હજારો એવા લોકો મળી જશે જેઓ મહેનતુની સાથે જ ક્રિએટિવ પણ હોય. આવા જ એક શખ્સ ઝારખંડમાંથી મળી આવ્યા છે. કહેવાય છેને કે ભારત જુગાડીઓનો દેશ છે, સમસ્યા કંઈપણ હોય તેનો જુગાડ શોધી જ લે. હાલમાં જ આવો એક કેશમાં ઝારખંડના એક શખ્સે બજાજ ચેતક સ્કૂટરમાંથી એક મીની ટ્રેક્ટરનું નિર્માણ કર્યું છે.

ભંગારમાંથી ટ્રેક્ટર બનાવ્યું

ભંગારમાંથી ટ્રેક્ટર બનાવ્યું

મહેશ કરમાલી નામનો આ 33 વર્ષીય શખ્સ ઝારખંડમાં રહે છે. હાલમાં જ તેણે ખેતરમાં ચલાવવા માટે ઓછા ખર્ચે એક ટ્રેક્ટરનું નિર્માણ કર્યું છે, ખાસ વાત એ છે કે આ ટ્રેક્ટરનું નિર્માણ બજાજ ચેતક સ્કૂટરના ભંગારમાંથી કરવામાં આવ્યું છે.

ભંગારમાંથી ટ્રેક્ટર બનાવ્યું

ભંગારમાંથી ટ્રેક્ટર બનાવ્યું

મહેશે પોતાના આ આવિષ્કારને એટલે કે મીની ટ્રેક્ટરને 'પાવર ટિલર' નામ આપ્યું છે. મહેશે કહ્યું કે, 'હું બજાજ શોરૂમમાં એક મેકેનિક તરીકે કામ કરતો હતો તથા એ અનુભવથી આ ટ્રેક્ટરનું નિર્માણ કરવામાં ઘણો લાભ મળ્યો છે.'

ભંગારમાંથી ટ્રેક્ટર બનાવ્યું

ભંગારમાંથી ટ્રેક્ટર બનાવ્યું

મહેશ હાલ ખેતી કરે છે પરંતુ અગાઉ તે મેકેનિકનું કાર્ય કરતો હતો પરંતુ કેટલીક આર્થિક સમસ્યાઓને પગલે તેણે કામ છોડી દીધું છે. આશ્ચર્યજનક વાત એ છે કે મહેશે માત્ર 3 દિવસમાં આ ટ્રેક્ટરનું નિર્માણ કર્યું છે.

ભંગારમાંથી ટ્રેક્ટર બનાવ્યું

ભંગારમાંથી ટ્રેક્ટર બનાવ્યું

આ બજાજ ચેતક સ્કૂટરનો ભંગાર તેણે પોતાના મિત્ર પાસેથી માત્ર 4251 રૂપિયમાં ખરીદ્યો હતો તથા હવે તેના માઈલેજ વિશે તે પ્રશંસા કરતા કહે છે કે આ મીની ટ્રેક્ટર માત્ર 2.5 લીટર પેટ્રોલમાં જ 8460 સ્ક્વેર ફીટ વાળા ખેતરને ખેડી મૂકે છે.

ભંગારમાંથી ટ્રેક્ટર બનાવ્યું

ભંગારમાંથી ટ્રેક્ટર બનાવ્યું

તેણે આ મીની ટ્રેક્ટરનું નિર્માણ માત્ર 12000 રૂપિયાની લાગતથી કર્યું છે પરંતુ આ સામાન્ય ટ્રેક્ટરના મુકાબલે વધુ ફાયદાકારક અને વધુ માઈલેજ આપે છે.

ભંગારમાંથી ટ્રેક્ટર બનાવ્યું

ભંગારમાંથી ટ્રેક્ટર બનાવ્યું

તેણે જણાવ્યું કે હાલમાં જોતતી વખતે મીની ટ્રેક્ટરની સાથે સતત ચાલવાની આવશ્યકતા પડે છે પરંતુ આગલા વર્ષે તે આનું પાવરફુલ એન્જિન બનાવશે જેમાં તે ખુદ પણ બેસી શકશે. જે અન્ય મોટા ટ્રેક્ટર જેવું જ હશે.

ભંગારમાંથી ટ્રેક્ટર બનાવ્યું

ભંગારમાંથી ટ્રેક્ટર બનાવ્યું

પોતાના મીની ટ્રેક્ટર પાવર ટિલર વિશે જણાવતા મહેશ કહે છે કે તેને પોતાના પાડોસિઓ સહિત કેટલાય લોકોથી આવાં મીની ટ્રેક્ટર બનાવવાનો ઓર્ડર મળ્યો છે. આ ત્યારથી શરૂ થયું છે જ્યારથી લોકોએ તેને પોતાના ખેતરમાં આનો સફળ પ્રયોગ કરતાં જોયો.

ભંગારમાંથી ટ્રેક્ટર બનાવ્યું

ભંગારમાંથી ટ્રેક્ટર બનાવ્યું

પોતાના ભવિષ્યની યોજના વિશે જણાવતા મહેશ કહે છે કે તે એક એન્જીનિયરિંગ વર્કશોપ ખોલવા માંગે છે જેથી પોતાના જેવા અન્ય ખેડૂતો માટે ઓછા ખર્ચાવાળી અન્ય મશીનોનું નિર્માણ પણ કરી શકે.

<strong>Raksha Bandhan 2019: એક દોરો ભાભીના નામે.... જાણો કેમ?</strong>Raksha Bandhan 2019: એક દોરો ભાભીના નામે.... જાણો કેમ?

English summary
mahesh built tractor from scrap of scooter
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X