For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video: રાજસ્થાનના આ ગામમાં વોશિંગ મશીનથી ગાજર ધોવામાં આવે છે

રાજસ્થાન પંજાબ સીમા નજીક શ્રીગંગાનગર જિલ્લામાં આવેલું સાધુવાલી ગામ ગાજરને કારણે આજે દેશભરમાં ફેમસ બની ચૂક્યું છે.

|
Google Oneindia Gujarati News

રાજસ્થાન પંજાબ સીમા નજીક શ્રીગંગાનગર જિલ્લામાં આવેલું સાધુવાલી ગામ ગાજરને કારણે આજે દેશભરમાં ફેમસ બની ચૂક્યું છે. જેને કારણે અહીં ખેડૂતોને જોરદાર કમાણી થઇ રહી છે. તેની સાથે સાથે લોકો માટે રોજગાર પણ ઉપલબ્ધ થઇ રહ્યો છે.

લગભગ 7 હજારની વસ્તી ધરાવતા આ ગામના લોકો મુખ્ય રૂપે ખેતી પર નિર્ભર છે. છેલ્લા કેટલાક સમયથી અહીં ખેડૂતોએ પરંપરાગત ખેતીની સાથે ગાજરના ઉત્પાદનમાં પણ રુચિ બતાવી હતી. અહીં પાકતા ગાજરની અલગ જ મીઠાસ આવી રહી છે. જેને કારણે દેશના ઘણા ભાગોમાં અહીંથી ગાજર લાવવામાં આવી રહ્યા છે.

ગાજર ધોવા માટે વોશિંગ મશીન

ગાજર ધોવા માટે વોશિંગ મશીન

આ ગામ ગાજરને કારણે ફેમસ થવાનું બીજું પણ કારણ છે. આ કારણ ગાજર ધોવા માટે તૈયાર કરવામાં આવેલી વોશિંગ મશીન છે. આ કોઈ કપડાં ધોતી વોશિંગ મશીન નથી પરંતુ ખેડૂતો ઘ્વારા તૈયાર કરવામાં આવેલી દેશી વોશિંગ મશીન છે.

ખેડૂતોએ પોતાનું દિમાગ ચલાવીને એક અલગ પ્રકારની મશીન બનાવી

ખેડૂતોએ પોતાનું દિમાગ ચલાવીને એક અલગ પ્રકારની મશીન બનાવી

ખેડૂત માંગીલાલ અનુસાર જયારે તેમને અહીં ગાજરનું ઉત્પાદન શરુ કર્યું ત્યારે ગાજરને ધોઈને પેક કરવાની સમસ્યા સામે આવી. તેવી પરિસ્થિતિમાં ખેડૂતોએ પોતાનું દિમાગ ચલાવીને એક અલગ પ્રકારની મશીન બનાવી. આ મશીન એક એન્જીન ઘ્વારા ચલાવવામાં આવી રહી છે.

ઘણા કવીન્ટલ ગાજર ધોઈ શકાય

ઘણા કવીન્ટલ ગાજર ધોઈ શકાય

ખેડૂત અમર સિંહ ઘ્વારા જણાવવામાં આવ્યું કે આ મશીન ઘ્વારા એક જ સમયમાં ઘણા કવીન્ટલ ગાજર ધોઈ શકાય છે. જેને કારણે ગાજર ધોવાયા પછી ચમકી ઉઠે છે અને દરેકને પોતાની તરફ આકર્ષિત કરે છે. ખેડૂતો ઘ્વારા જણાવવામાં આવ્યું કે મશીન તેમના માટે ખુબ જ કારગર સાબિત થયું છે કારણકે તેના પહેલા તેઓ ગાજર ધોવામાં ઘણી મહેનત કરતા હતા. તેમાં સમય પણ ઘણો વધારે લાગતો હતો.

સિસ્ટમ સામે નારાજ

સિસ્ટમ સામે નારાજ

ગાજર ઉત્પાદન પણ ખેડૂતોના ચહેરા પર ખુશી છે પરંતુ તેઓ સિસ્ટમ સામે નારાજ પણ છે. ખેડૂત જયપાલ ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેમનું ગામ ગાજરના ઉત્પાદનના દમ પર અલગ ઓળખ બનાવી રહ્યું છે પરંતુ સરકાર તરફથી તેમને કોઈ ખાસ મદદ નથી કરવામાં આવી રહી.

English summary
Biggest carrots production in sadhuwali village sri Ganganagar rajasthan
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X