For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Bizzare : ખાલી દિકરીઓ જ માંની સેવા કરે છે કહેનારા, જુએ આ!

ચીનનો એક વ્યક્તિ પાછલા 20 વર્ષની મહિલા બનીને કરી રહ્યો છે માતાની સેવા. કેમ આ યુવક પાછલા 20 વર્ષથી મહિલા બન્યો છે તેનું કારણ જાણીને તમે ચોંકી જશો. શું છે આ આખો મામલો વિગતવાર વાંચો અહીં.

|
Google Oneindia Gujarati News

સામાન્ય રીતે આપણે ત્યાં માનવામાં આવે છે કે માં-બાપની સેવા દિકરા કરતા દિકરીઓ વધુ સારી કરે છે. મોટા ભાગના કિસ્સામાં આ સાચું પણ હોય છે પણ માં અને બાળકનો સંબંધ એવો અનોખો છે કે તેમાં દિકરા-દિકરીનો ફરક નથી હોતો, માં માટે સાચો પ્રેમ કરનાર કેટલાક દિકરા પણ હોય છે અને આ જ વાતનું એક અનોખું ઉદાહરણ એક ચીની યુવકે આપ્યું છે. તેની માં માટે તેનો અનહદ્દ પ્રેમ કારણે આ યુવક પાછલા 20 વર્ષથી યુવતી બનીને માંને દિવસ રાત સેવા કરી રહી છે અને આજ કારણ છે કે હવે તેની માતા સ્વસ્થ છે. ત્યારે શું આખો મામલો જાણો અહીં...

china man

ચીનના ગુઆંગશી વિસ્તારના ગુઇલિનાં રહેનાર એક વ્યક્તિ ગત 20 વર્ષોથી મહિલા બનીને તેની માતાની સેવા કરે છે. આ માણસની બહેન 20 વર્ષ પહેલા મૃત્યુ પામી હતી જેના કારણે તેની માતાએ પણ શોકગ્રસ્ત થઇને પથારી પકડી લીધી હતી. તેના મગજ પર પણ આ દુખના કારણે માનસિક તાણ અનુભવાયો હતો. માંને ઠીક કરવા માટે ભાઇએ બહેનના કપડા પહેલી દીધા, વાળ વધારી લીધા અને તેના બહેન જેવા હાવભાવ સાથે જ તે તેની માતાની જોડે વાતો કરવા લાગ્યો અને રોજ રોજ તેની સેવા પણ કરવા લાગ્યો.

china man

ધીરે ધીરે તેની માંના સ્વાસ્થયમાં પણ સુધાર જોવા મળ્યો. અને 20 વર્ષ સુધી તેને આ રીતે તેની માંની દિવસ રાત સેવા કરી. જો કે તે પછી પિયર નામની કંપનીએ આ વ્યક્તિનો વીડિયો બનાવ્યો જે વાયરલ થતા આ માં-દિકરાના અદ્ઘભૂત પ્રેમની વાત દુનિયાની સામે આવી. લોકોએ પણ આ માણસની પીઠ થબડાવી અને તેની માતાના ઠીક થવા પર તેને શુભેચ્છા પાઠવી.

English summary
Man dress as a girl for 20 years to help mentally ill mother
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X