Video: ગર્લફ્રેન્ડને બાઈક પર બેસાડી પૂરના પાણીમાં બાઈક લઈને નીકળ્યો યુવક, લોકોએ કહ્યુ - True Love

સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો છે જેણે લોકોને હસવા માટે મજબૂર કરી દીધા છે.

નવી દિલ્લીઃ છેલ્લા કેટલાક દિવસોમાં દેશના વિવિધ ભાગોમાંથી ભારે વરસાદને કારણે પૂર અને ભૂસ્ખલનની તસવીરો સામે આવી છે. ભારે વરસાદના કારણે સામાન્ય લોકોને જે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તે વાયરલ વીડિયોમાં પણ જોવા મળી રહ્યો છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો છે જેણે લોકોને હસવા માટે મજબૂર કરી દીધા છે.

શું છે વાયરલ વીડિયોમાં?

શું છે વાયરલ વીડિયોમાં?

આ વાયરલ વીડિયોમાં એક છોકરો કથિત રીતે તેની ગર્લફ્રેન્ડને બાઇક પર પૂરના પાણીથી ભરેલા રસ્તાની વચ્ચેથી લઈ જતો જોવા મળે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે છોકરાની બાઇક લગભગ સંપૂર્ણ રીતે ડૂબી ગઈ છે. તેની બાઇકનો માત્ર ઉપરનો ભાગ જ દેખાય છે. વાયરલ વીડિયો કર્ણાટકની રાજધાની બેંગલુરુનો જણાવવામાં આવી રહ્યો છે. બેંગલુરુમાં વરસાદને કારણે સ્થિતિ વધુ ખરાબ થઈ હતી.

વીડિયો પર લોકોએ કરી આવી કમેન્ટ

વીડિયો પર લોકોએ કરી આવી કમેન્ટ

વાયરલ વીડિયો જોઈને લોકો ખૂબ હસી રહ્યા છે. આ સાથે આ વીડિયોને લઈને ઘણા જોક્સ પણ બનાવવામાં આવી રહ્યા છે. આ વાયરલ વીડિયો ghantaa નામના પેજ પરથી ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં આ વીડિયોને 1.4 મિલિયનથી વધુ વ્યૂઝ મળ્યા છે અને 50 હજારથી વધુ લોકોએ તેને લાઈક કર્યો છે. લોકો આ વીડિયો પર ઘણી ફની કોમેન્ટ્સ પણ કરી રહ્યા છે. એક યુઝરે કહ્યુ છે કે 'આ જ છે સાચો પ્રેમ'.

બેંગલુરુમાં વરસાદ

બેંગલુરુમાં વરસાદ

તમને જણાવી દઈએ કે બેંગલુરુ હાલમાં ભારે વરસાદ બાદ પૂરનો સામનો કરી રહ્યુ છે. આઈટી હબ તરીકે ઓળખાતા બેંગલુરુમાં રસ્તાઓ પાણીથી ભરાઈ ગયા છે. પૂરની સમસ્યાએ સામાન્ય જનજીવનને ઘણુ મુ્શ્કેલ બનાવી દીધુ છે. લોકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. પીવાના પાણીથી લઈને વીજળી સુધીની દરેક બાબતો માટે લોકોને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X