ફિજીથી ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કરવા મેરઠ પહોંચ્યો બોયફ્રેન્ડ, પરિવારે માર મારીને હોસ્પિલ પહોંચાડી દીધો
આ દિવસોમાં ઓનલાઈન લગ્ન અને રોમાન્સની સિઝન ચાલી રહી છે. ભારતમાં એક પછ એક ઓનલાઈન લવ સ્ટોરી સામે આવી રહી છે ત્યારે વધુ એક લવ સ્ટોરી મેરઠમાં સામે આવી છે.
અહેવાલો અનુસાર, ફીજીનો એક કોમ્પ્યુટર એન્જિનિયર પોતાની ઓનલાઈન ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કરવા મેરઠ પહોંચ્યો હતો.આ દરમિયાન યુવતીના પરિવારજનોએ લગ્ન કરવાની ના પાડી દીધી અને છેડતીનો આરોપ લગાવીને માર માર્યો. આ પછી પોલીસને હવાલે કરી દીધો.

હવે પોલીસ યુવકના પાસપોર્ટ, વિઝા સહિતના દસ્તાવેજો ચકાસી રહી છે. યુવક મેરઠ કેવી રીતે પહોંચ્યો અને તેણે અહીં યુવતી સાથે કેવી રીતે વાત કરી તેને લઈને પોલીસ તપાસ કરી રહી છે.
ફિજીનો રહેવાસી સૈયદ ફઝલ અને મેરઠના રસુલપુર ધૌલાડીની એક યુવતી ઓનલાઈન મળ્યા અને બંને વચ્ચે ચેટિંગ દ્વારા વાતચીત શરૂ થઈ. પછી મિત્રતા પ્રેમમાં બદલાઈ. આ પછી બંનેએ એકબીજા સાથે લગ્ન કરવાનો નિર્ણય લીધો. યુવતીએ તેના ઘરે લગ્નની વાત કરી તો યુવતીના પરિવારજનો સંમત થઈ ગયા. જે બાદ બગ્નની તૈયારીઓ પણ શરૂ થઈ.
આ પછી ફઝલયુવતીના ઘરે પહોંચ્યો. જો કે અહીં સ્થિતી વિપરીત હતી અને યુવતીના સંબંધીઓ રોષે ભરાયા. તેમણે લગ્ન કરવાની ના પાડી અને યુવકને પાછા ફરવા કહ્યું. જો કે યુવક વારંવાર યુવતી તરફ જોઈ રહ્યો હતો. તે છોકરી સાથે એકવાર વાત કરવા માંગતો હતો. પરિવારજનોએ યુવતી સાથે છેલ્લી વાર વાત કરવાનું કહ્યું. જે બાદ પરિવારજનોએ યુવક પર છેડતીનો આરોપ લગાવતા તેને માર માર્યો અને પોલીસને હવાલે કરી દીધો.
પ્રેમી સૈયદ ફઝલે પોલીસને જણાવ્યું કે તે મુરાદાબાદની એક કંપનીમાં સોફ્ટવેર એન્જિનિયર છે. યુવતી સાથે ઘણા સમયથી ઓનલાઈન ચેટીંગ ચાલતી હતી. ચેટિંગ પર યુવતીએ નિકાહની વાત કરી હતી. યુવતીએ જણાવ્યું હતું કે પરિવાર લગ્ન માટે રાજી થઈ ગયો છે. તમે લગ્નની તૈયારી કરીને આવો.
બીજી તરફ પોલીસ પૂછપરછમાં એ વાતનો પણ ખુલાસ થયો છે કે સૈયદ ફઝલને તેની પત્નીએ થોડા મહિના પહેલા જ છોડ્યો હતો. હવે આ મામલે પોલીસ તપાસ ચલાવી રહી છે.












Click it and Unblock the Notifications
