For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દુલ્હનનુ બજારઃ એવો દેશ જ્યાં પૈસા આપીને લોકો ખરીદે છે પત્ની, માતા પિતા લગાવે દીકરીની બોલી

એક એવુ સ્થળ છે જ્યાં છોકરીઓના લગ્ન બજારમાં બોલી લગાવ્યા બાદ થાય છે. આ વાત સાંભળવામાં જ ઘણી વિચિત્ર લાગે છે પરંતુ સત્ય છે. જાણો ક્યાં છે આ સ્થળ.

|
Google Oneindia Gujarati News

દુનિયામાં એવી ઘણી જગ્યાઓ છે જ્યાં આજે પણ લગ્ન માટે છોકરીઓને ખરીદવામાં અને વેચવામાં આવે છે. એક એવુ સ્થળ છે જ્યાં છોકરીઓના લગ્ન બજારમાં બોલી લગાવ્યા બાદ થાય છે એ વાત સાંભળવામાં જ ઘણી વિચિત્ર લાગે છે પરંતુ આ સત્ય છે કે દુનિયામાં એક એવો દેશ પણ છે જ્યાં લગ્ન માટે દીકરીઓને ખુદ તેમના માતાપિતા કન્યાના બજારમાં લાવે છે અને તેની કિંમત લગાવે છે.

અહીં ભરાય છે દુલ્હનનુ બજાર

અહીં ભરાય છે દુલ્હનનુ બજાર

આ વિચિત્ર બજાર બલ્ગેરિયાના સ્તારા જાગોરમાં વર્ષમાં ચાર વાર ભરાય છે. દુલ્હનના આ બજારમાં કુંવારી છોકરીઓને તેમના માતાપિતા લઈને આવે છે જ્યાં ખરીદાર તેમની દીકરીની બોલી લગાવે છે. માતાપિતા વધી બોલી લગાવનાર સાથે પોતાની દીકરીનો સંબંધ નક્કી કરે છે. તમને આ વાંચીને વિચિત્ર લાગી રહ્યુ હશે પરંતુ બલ્ગેરિયામાં આ એક પ્રથા છે જે વર્ષો જૂની છે.

અહીં છોકરીઓ ક્યારેય નથી જઈ શકતી કૉલેજમાં

અહીં છોકરીઓ ક્યારેય નથી જઈ શકતી કૉલેજમાં

આ બજારમાં છોકરાઓ પોતાની પસંદની છોકરીને દુલ્હન બનાવી શકે છે પરંતુ તેને માટે મોટી કિંમત ચૂકવવી પડે છે. આ અનોખી પરંપરા બલ્ગેરિયાના રોમા સમાજમાં વર્ષો ચાલી રહી છે. મીડિયા રિપોર્ટ મુજબ અહીં છોકરીઓને વધુ ભણવાનો અધિકાર નથી. 14 વર્ષની ઉંમર બાદ તેમને સ્કૂલમાંથી ઉઠાડી લેવામાં આવે છે. છોકરીઓને અહીં કૉલેજ જવાની પણ મંજૂરી નથી, તે માત્ર કામચલાઉ અભ્યાસ કરી શકે છે.

છોકરીઓની લગાવવામાં આવે છે આટલી કિંમત

છોકરીઓની લગાવવામાં આવે છે આટલી કિંમત

કહેવાય છે કે બલ્ગેરિયામાં રોમા સમાજના લોકો લઘુમતીમાં ગણવામાં આવે છે. આ લોકો સમય સાથે આગળ નથી વધી શકતા તેની પાછળ ગરીબી અને તેમના પછાત વિચારો પણ કારણરૂપ માનવામાં આવે છે. વળી, આ સમાજની છોકરીઓને બાળપણથી જ સીખ આપવામાં આવે છે કે તેમને દુલ્હનના બજારમાં જવાનુ છે માટે તે માનસિક રીતે પણ આના માટે તૈયાર થઈ જાય છે. મીડિયા રિપોર્ટ મુજબ બચકોવો મોનેસ્ટ્રી પાસે ભરાતા બજારમાં આ છોકરીઓનો સોદો 300-400 ડૉલર સુધીમાં થાય છે.

છોકરીઓનુ સુંદર દેખાવુ જરૂરી

છોકરીઓનુ સુંદર દેખાવુ જરૂરી

ક્યારેય કૉલેજનુ પગથિયુ પણ ન ચડનાર આ છોકરીઓ ઘર-પરિવારની પરંપરાઓમાં બંધાઈને રહી જાય છે. દુલ્હનના બજાર માટે પણ તે ઘણા દિવસો પહેલા જ તૈયારી શરુ કરી દે છે. બજારમાં તેમનુ સુંદર દેખાવુ જરૂરી છે આના માટે તે મેકઅપ કરવાથી પણ પરહેજ નથી કરતી. બજારમાં છોકરાને છોકરી ગમ્યા બાદ બંને વચ્ચે વાતચીત થાય છે પછી કિંમત નક્કી કરવામાં આવે છે.

કોઈ બહારનો વ્યક્તિ ન ખરીદી શકે દુલ્હન

કોઈ બહારનો વ્યક્તિ ન ખરીદી શકે દુલ્હન

છોકરાને દુલ્હન બજારમાંથી કોઈ છોકરી પસંદ આવવા પર તેના માતાપિતાને પણ લગ્ન માટે રાજી થવુ પડે છે. ત્યારબાદ છોકરા અને છોકરીના પરિવારવાળામાં પરસ્પર સંમતિ બાદ સંબંધ કરી દેવામાં આવે છે. આ બજારમાં કોઈ છોકરી એકલી નથી આવતી. તેની સાથે પરિવારના સભ્યને હાજર રહેવુ પડે છે. કલાઈદઝી સમાજ તરફથી ભરાતા દુલ્હન બજારમાં કોઈ બહારના વ્યક્તિને દુલ્હન ખરીદવાનો અધિકાર નથી.

English summary
Bridal market: A country where people buy girl by giving money. Parents bid for their daughter
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X