Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

જયમાલા પહેરાવતી વખતે પાછળ હટી ગયો વરરાજા, પછી નવવધુએ જે કર્યુ એ જોઈને ચોંકી ગયા લોકો

એક નવપરિણીત વર-કન્યાનો જયમાલાનો વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો હતો જે હવે વાયરલ થઈ ગયો છે.

નવી દિલ્લીઃ સોશિયલ મીડિયા પર દરરોજ લગ્નના વીડિયો જોવા મળે છે. આ વીડિયોમાં વર-કન્યા પોતાના લગ્નને ખાસ બનાવવા કંઈકને કંઈક અવનવુ કરતા રહેતા હોય છે. ઘણી વખત વર-કન્યા પોતાના લગ્નને યાદગાર બનાવવા માટે કંઈક એવુ કરે છે જે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની જાય છે. આવા જ એક નવપરિણીત વર-કન્યાનો જયમાલાનો વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો હતો જે હવે વાયરલ થઈ ગયો છે.

જયમાલા પહેલા મસ્તી કરતા જોવા મળ્યા વર-કન્યા

જયમાલા પહેલા મસ્તી કરતા જોવા મળ્યા વર-કન્યા

ઇન્સ્ટાગ્રામ પર વાયરલ થયેલા વીડિયોમાં વર-કન્યા સ્ટેજ પર છે અને જયમાલાની વિધિ ચાલી રહી છે. આ દરમિયાન લગ્નના મહેમાનો પણ જયમાલા સમારંભ જોવા માટે સ્ટેજની નજીક ઉભા રહે છે અને તેમના ફોનમાં વીડિયો રેકોર્ડ કરવાનુ શરૂ કરે છે. આ દરમિયાન વરરાજા અને કન્યા જયમાલા પહેરતા પહેલા મસ્તી કરતા જોવા મળે છે.

વરમાળા પહેરતી વખતે પાછળ હટી જાય છે વર

આ દરમિયાન કન્યા તેના ભાવિ પતિના ગળામાં માળા પહેરવાનો પ્રયાસ કરે છે. પરંતુ વરરાજા પાછળ હટી જાય છે. પતિની આ હરકતને જોઈને કન્યાને પણ મસ્તી સૂઝે છે અને તે વરમાળા લઈને જવા લાગે છે. દુલ્હનની આ હરકત જોઈને માત્ર વર જ નહિ પરંતુ ત્યાં ઉભેલા મહેમાનો પણ આશ્ચર્યમાં આવી જાય છે.

કન્યાની આ હરકત જોઈને ખુદ આવે છે વર

કન્યાની આ હરકત જોઈને ખુદ આવે છે વર

કન્યાને પાછી જતી જોઈને વરરાજા પોતે આગળ આવે છે અને બંને એકબીજાને હાર પહેરાવે છે. તેની ભાવિ પત્નીની આ મસ્તીથી ભરપૂર યુક્તિ જોઈને વર પણ હસવા લાગે છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ ક્યૂટ વીડિયો પર લોકો પ્રેમ વરસાવી રહ્યા છે. વીડિયોને અત્યાર સુધીમાં હજારો લાઈક્સ મળી ચૂક્યા છે.

યુઝર્સે કરી મઝાની કમેન્ટ

યુઝર્સે કરી મઝાની કમેન્ટ

આ વીડિયો 24 ઓગસ્ટ બુધવારે parulgargmakeup ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પોસ્ટ કરવામાં આવ્યો છે. જેના પર અત્યાર સુધીમાં 44,910 લાઈક્સ આવી ચૂકી છે અને ઘણા યુઝર્સ ફની કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે કોમેન્ટ કરી અને લખ્યુ, 'હાહાહાહા...બહુ સારુ કર્યુ'. તો એકે લખ્યુ છે કે, 'માત્ર 2 સેકન્ડમાં અક્કલ આવી ગઈ'. આ સાથે ચાહકો હાર્ટ ઇમોજી સાથે પોસ્ટ પર કોમેન્ટ કરી રહ્યા છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X