Video : વરરાજાને ખુશ કરવા 15 કિલોના લહેંગા સાથે સ્કેટિંગ પહેરીને દુલ્હને ડાન્સ કર્યો, વીડિયો વાયરલ
તમે લગ્નના એકથી એક જોરદાર વીડિયો જોયા હશે. ખાસ કરીને સંગીતમાં ખુબ મસ્તી થાય છે. હવ આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં દુલ્હન વરરાજાને ખુશ કરવા કંઈક એવુ કરી રહી છે કે તેનો વીડિયો વાયરલ થઈ ગયો છે.
આ વાયરલ વીડિયોમાં દુલ્હન ડાન્સ કરતી જોવા મળી રહી છે. આ ડાન્સની ચર્ચા એટલા માટે છે કે દુલ્હન 15 કિલોના લહેંગામાં ડાન્સ કરતી જોવા મળી રહી છે.

ખાસ વાત એ છે કે દુલ્હન હીલ કે શૂઝમાં નહીં પરંતુ પગમાં સ્કેટિંગ સાથે ડાન્સ કરી રહી છે. હીલ્સમાં ને ડાન્સ કરવો મુશ્કેલ બની જાય છે ત્યારે આ દુલ્હન સ્કેટિંગ સાથે જબરદસ્ત ડાન્સ કરતી જોવા મળી રહી છે.
આ વીડિયો સાથે કેપ્શનમાં લખ્યુ છે કે, અમરીને કહ્યું કે હું સાહિલ ભગતને સરપ્રાઈઝ આપવા માંગુ છું. તે જાણે છે કે હું સ્કેટ કરું છું પરંતુ તેણે મને ક્યારેય પરફોર્મ કરતા જોઈ નથી. શું તમને લાગે છે કે હું આને સંગીત લેહેંગા અજમાવી શકું? અમે કહ્યું - હા.
આ વીડિયો જોયા બાદ લોકો પ્રતિભાવ આપી રહ્યા છે. ઘણા લોકો દુલ્હનના જોરદાર વખાણ કરી રહ્યા છે તો ઘણા લોકોને આ પસંદ નથી આવ્યુ. એક યુઝરે લખ્યુ કે, આવા સ્ટંટથી બચવુ જોઈએ,આ ખૂબ જ ખતરનાક થઈ શકે છે. એક યુવતીએ લખ્યુ કે, હું સ્કેટિંગ વિના પણ 20 કિલોના લહેંગામાં પડી જઈશ. આ મહિલા સ્કેટિંગ સાથે ડાન્સ કરી રહી છે.
એક યુઝરે કહ્યું કે, સોલો પરફોર્મન્સ એવી રીતે આપો કે બધા મહેમાનો વખાણ કરે. આ સાથે યુઝરે હાર્ટ ઈમોજી શેર કરી છે. અન્ય એકે કહ્યું કે, તે એક પ્રોફેશનલ સ્કેટર છે. આ વીડિયો પર દુલ્હનની પ્રતિક્રિયા પણ સામે આવી છે, જેમાં તેણે આભાર માન્યો છે. તેને કહ્યું કે, લહેંગામાં આ કરવું ખૂબ જ મુશ્કેલ હતું, પરંતુ સાહિલ ભગતના ચહેરા પરના સ્મિતથી બધું ઠીક થઈ ગયુ.












Click it and Unblock the Notifications
