For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

OMG! બ્રિટનમાં એક પુરૂષે આપ્યો બાળકીને જન્મ!

બ્રિટનમાં 21 વર્ષના પુરૂષે બાળકીને જન્મ આપ્યો.

By Shachi
|
Google Oneindia Gujarati News

બ્રિટનમાં પહેલીવાર એવું થયું છે, જ્યારે કોઇ પરૂષે બાળકને જન્મ આપ્યો હોય. બ્રિટનમાં 21 વર્ષના એક પુરૂષે એક બાળકીને જન્મ આપી સૌને આશ્ચર્યચકિત કરી દીધાં છે. હેડન ક્રૉસ નામના વ્યક્તિએ સ્પર્મ ડોનરની મદદથી બાળકીને જન્મ આપ્યો છે. આ બાળકી સંપૂર્ણ રીતે સ્વસ્થ છે. હેડને આ વર્ષે જાન્યુઆરીમાં પ્રેગનન્સીની ઘોષણા કરી હતી, જેને કારણે તે સમાચારોમાં ચમક્યા હતા.

પુરૂષે આપ્યો બાળકીને જન્મ

પુરૂષે આપ્યો બાળકીને જન્મ

મીડિયાના અહેવાલો અનુસાર, હેડને 16 જૂનના રોજ એક બાળકીને જન્મ આપ્યો છે. પરિવાર તરફથી 6 જુલાઇના રોજ આ અંગે જાણકારી આપવામાં આવી હતી. હેડનની ડિલિવરી સર્જરી દ્વારા કરવામાં આવી હતી. બ્રિટનના જાણીતા ગ્લૉસ્ટરશાયર રોયલ હોસ્પિટલમાં હેડન ક્રૉસે બાળકીને જન્મ આપ્યો હતો. આ બાળકીનું નામ ટ્રિનિટી લીફ રાખવામાં આવ્યું છે. હેડન આ બાળકીના જન્મથી અત્યંત ખુશ છે અને તેમનું કહેવું છે કે, તે આ બાળકીના શ્રેષ્ઠ પિતા બનીને દેખાડશે. જો કે, હેડનનો પરિવાર આ વાતથી ખાસ ખુશ નથી.

છોકરી તરીકે જન્મ્યો હતા હેડન

છોકરી તરીકે જન્મ્યો હતા હેડન

હેડનનો જન્મ એક છોકરી તરીકે થયો હતો અને લિંગ પરિવર્તન માટે હોર્મોન થેરાપી લઇ રહ્યાં હતા. છોકરી તરીકે હેડનનું નામ હતું પૈગે. મહિલામાંથી પુરૂષ બનેલ હેડન ક્રૉસ છેલ્લા ત્રણ વર્ષથી કાયદાકીય રીતે બ્રિટનમાં પુરૂષ તરીકે રહી રહ્યાં છે. હેડન ઇચ્છતાં હતા કે, તેમના ફર્ટિલાઇઝિંગની શક્તિને ફ્રીઝ કરવામાં આવે, જેથી ભવિષ્યમાં જો તેઓ ઇચ્છે તો બાળકને જન્મ આપી શકે.

ફેસબૂકની મદદથી મળ્યો ડોનર

ફેસબૂકની મદદથી મળ્યો ડોનર

બ્રિટનના સરકારી નેશનલ હેલ્થ સર્વિસ તરફથી હેડનને પોતાના શુક્રાણુ ફ્રીઝ કરવાની પરવાનગી ન મળી. તેમણે આ પ્રક્રિયાની ના પડતાં હેડને પોતાની ટ્રાન્સિશનની હોર્મોન થેરાપીમાંથી થોડા સમયનો બ્રેક લઇ સ્પર્મ ડોનરની મદદથી બાળકને જન્મ આપવાનું નક્કી કર્યું. ફેસબૂકની મદદથી તેમને સ્પર્મ ડોનર મળી પણ ગયો! આ રીતે હેડન ક્રૉસ બાળકીને જન્મ આપનારા બ્રિટનના પ્રથમ પુરૂષ બની ગયા છે.

ગર્ભાવસ્થાનો સમય મુશ્કેલીભર્યો

ગર્ભાવસ્થાનો સમય મુશ્કેલીભર્યો

હેડને પોતાના ગર્ભાવસ્થાના અનુભવ અંગે જણાવતા કહ્યું કે, તેઓ 18 વર્ષની ઉંમરથી કાયદાકીય રીતે એક પુરૂષ તરીકે રહી રહ્યાં હતા. થોડા સમય પહેલાં જ તેઓ પોતાના શરીરના આ ફેરફાર સાથે કમ્ફર્ટેબલ થયા હતા. એવામાં ગર્ભાવસ્થાની અવસ્થા તેમને માટે વધુ પડકારજનક રહી. આ પહેલાં વર્ષ 2008માં યુએસના થોમસ બાળકને જન્મ આપનાર પહેલા પુરૂષ બન્યા હતા.

English summary
Hayden Cross made headlines around the world when he announced he was pregnant by a sperm donor – three years after becoming legally male through gender reassignment.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X