અનમેરીડ કપલ હોટલ રૂમ બુક કરાવી શકે કે કેમ? જાણો શું કહે છે કાયદો?
ઘણા અનમેરિડ કપલને હોટલમાં બુકિંગ વખતે મોટા ટ્રબલનો સામનો કરવો પડતો હોય છે. ઘણી હોટલો અનમેરિડ કપલને રૂમ આપવાથી ઈન્કાર કરતી હોય છે. આ સ્થિતીમાં એ જાણવુ જરૂરી છે કે કાયદો શું કહે છે?
આજે અમે તમને અનમેરિડ કપલના અધિકારો વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જો આ કાયદાઓ વિશે તમે સમયસર જાણી લેશો તો તમે બિન જરૂરી ટ્રબલથી બચી શકો છો.

કાયદો એવુ કહે છે કે જો હોટલમાં રૂમ ખાલી છે અને તે માત્ર તમને એટલા માટે ના પાડે છે કારણ કે તમે અનમેરિડ કપલ છો તો આ એક ગુનો છે. આ મૌલિક અધિકારોના હનનનો મુદ્દો છે.
કાયદા અનુસાર, કોઈપણ હોટેલ ભારતમાં કોઈપણ અનમેરિડ કપલને રૂમ આપવાનો ઇનકાર કરી શકે નહીં. જો કે આની સાથે એક શરત પણ છે. એક શરત છે કે હોટેલ બુક કરાવનાર કપલ 18 વર્ષથી વધુની ઉમરનું હોવુ જોઈએ.
કાયદા અનુસાર, કપલ 18 વર્ષથી ઉપરની ઉમરનું હોય અને હોટલમાં ક્વોલિટી ટાઈમ વિતાવવા ઈચ્છતું હોય તો તેને કોઈ રોકી શકે નહીં. જો પોલીસ તેને રોકે તો તે કાયદા વિરૂદ્ધ છે.
જો તમારી સાથે ક્યારેય આવું થાય અને તમને પોલીસ દ્વારા હેરાન કરીને તમારા પરિવારના સભ્યોનો નંબર પૂછવામાં આવે તો તમારે ચિંતા કરવાની જરૂર નથી અને તમારા પરિવારના સભ્યોનો નંબર આપવાનો સ્પષ્ટ ઇનકાર કરી શકો છો.
તમે અને તમારા પાર્ટનરની ઉંમર 18 વર્ષથી વધુ છે તો તમને તમારી પસંદગીની હોટલમાં ક્વોલિટી સમય પસાર કરવાનો પુરો અધિકાર છે.












Click it and Unblock the Notifications
