Chandrayaan 3 : ચંદ્રયાનના સફળ લેન્ડિંગ માટે સીમા હૈદરે વ્રત રાખ્યુ, જુઓ વીડિયો
ભારતનું ચંદ્રયાન 3 મિશન આજે સાંજે ચંદ્ર પર ઉતરવાની તૈયારી કરી રહ્યું છે ત્યારે દેશભરમાં વિવિધ ધર્મના લોકો પુજા પાઠ કરીને સફળતા માટે કામના કરી રહ્યા છે. આ ક્રમમાં પાકિસ્તાનથી ભારત આવેલી સીમા હૈદરે પણ વ્રત રાખ્યુ છે.
પાકિસ્તાનથી ભાગીને પ્રેમી સચીન માટે ભારત આવેલી સીમા હૈદરે ચંદ્રયાન 3 મિશનની સફળતા માટે વ્રત રાખ્યુ છે. સીમા હૈદરે એક વીડિયો શેર કરીને આ વાત જણાવી છે.

સોશિયલ મીડિયા પર શેર કરેલા વીડિયમાં સીમા હૈદર કહી રહી છે કે મારી તબિયત સારી નથી, છતાં પણ હું ઉપવાસ કરી રહી છું. ભારતનું ચંદ્રયાન 3 આજે સાંજે ચંદ્ર પર ઉતરશે. આનાથી આપણા દેશનું ઘણું નામ થશે. આટલા માટે હું ચંદ્રયાન 3 ચંદ્ર પર સફળતાપૂર્વક ઉતરે ત્યાં સુધી ઉપવાસ રાખીશ.
સીમા હૈદરે કહ્યું કે, મને શ્રી રાધે કૃષ્ણમાં ઘણી શ્રદ્ધા છે. હે ભગવાન, હે ભગવાન, હે ભગવન શ્રી રામ, હે તમામ દેવી-દેવતાઓ, આપણા દેશનું ચંદ્રયાન-3 સફળતાપૂર્વક ચંદ્ર પર ઉતરે.
પીએમ નરેન્દ્ર મોદીનું નામ લેતા સીમા હૈદરે કહ્યું કે, આપણા દેશના માનનીય વડાપ્રધાન આ મિશનની સફળતા માટે ખૂબ જ મહેનત કરી રહ્યા છે. જેના કારણે આપણા દેશનું નામ ઊંચું થશે અને વિશ્વમાં પ્રભુત્વ રહેશે.
चंद्रयान-3 की सफलता के लिए सीमा हैदर कि ईश्वर से गुहार - मिशन की सफलता तक व्रत रखेंगी सीमा... @ABPNews@abplive #Chandrayaan3 #SeemaHaider pic.twitter.com/9OHVzGi8J4
— Nishant Chaturvedi (@nishant1994cha1) August 23, 2023
જણાવી દઈએ કે, ચંદ્રયાન 3 ના સફળ લેન્ડિંગ માટે દેશભરમાં પ્રાર્થના અને યજ્ઞો કરવામાં આવી રહ્યા છે. ચંદ્રયાન-3 આજે સાંજે 6.40 કલાકે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરશે. ચંદ્રયાન લેન્ડ થતાની સાથે જ ભારત આવું કરનાર વિશ્વનો એકમાત્ર દેશ બની જશે. આ પહેલા કોઈપણ દેશનું રોવર અહીં ઉતર્યું નથી.












Click it and Unblock the Notifications
