Chandrayaan 3 : ચંદ્રને ચાંદા મામા કહીને કેમ સંબોધાય છે? જાણો શું છે પુરી કહાની?
ભારત તેના ચંદ્રયાન 3 મિશનને 23 ઓગસ્ટે ચંદ્રના સાઉથ પોલ પર ઉતારવાની તૈયારી કરી રહ્યું છે. વિજ્ઞાન સિવાય ભારતમાં વસતા વિવિધ સંપ્રદાયનો ચાંદ સાથે સીધો સંબંધ છે. ભારતમાં બાળકો ચાંદને ચાંદા મામા કહીને સંબોધે છે.
માત્ર અવકાશ વૈજ્ઞાનિકો જ નહીં ભારતીય સાહિત્ય હોય કે ધર્મ, તમામ બાબતોમાં ચંદ્રનું ખાસ મહત્વ છે. હિન્દુ શાસ્ત્રનું પુરૂ કેલેન્ડર જ ચંદ્રની ગતિના આધારે ચાલે છે. ભારતમાં દરેક બાળક માટે ચંદ્ર ચાંદા મામા છે. દેશમાં ભાગ્યે જ એવું કોઈ ઘર હશે જ્યાં માતાએ પોતાના બાળકને ચાંદા મામાના હાલરડા ન સંભળાવ્યા હોય.

ચંદ્રને ચાંદા મામા કેમ કહેવામાં આવે છે તેની પાછળ એક દંતકથા છે. પૌરાણિક કથાઓમાં તેનો ઉલ્લેખ છે. કહેવાય છે કે જ્યારે સમુદ્ર મંથન થઈ રહ્યું હતું ત્યારે સમુદ્રમાંથી માતા લક્ષ્મી અને ચંદ્ર સહિત અનેક તત્વો બહાર આવ્યા.
માતા લક્ષ્મી પછી ચંદ્ર નીકળ્યો તેથી તે માતા લક્ષ્મીનો નાનો ભાઈ બન્યો અને આપણે લક્ષ્મીજીને માતા કહીએ છીએ, તો માતાના ભાઈને મામા કહેવાય છે એટલે જ આપણે જ ચાંદા મામા કહીને સંબોધીએ છીએ.
એક તર્ક એવો પણ અપાય છે કે ચંદ્ર પૃથ્વીની આસપાસ ફરે છે અને રાત-દિવસ પૃથ્વી સાથે ભાઈની જેમ રહે છે.આપણે પૃથ્વીને મા કહીએ છીએ અને તેના ભાઈ ચંદ્રને મામા કહીએ છીએ.
જણાવી દઈએ કે, ભારતનું ત્રીજું મૂન મિશન ચંદ્રયાન-3 23 ઓગસ્ટે ચંદ્રની ધરતી પર સોફ્ટ લેન્ડિંગ કરશે. સમગ્ર વિશ્વની નજર તેના પર છે. જો આ મિશન સફળ રહ્યું તો દુનિયામાં ભારતનો ડંકો વાગી જશે.












Click it and Unblock the Notifications
