વીડિયોમાં જુઓ કેવી રીતે લોહીના આંસુએ રોવે છે યુવતી!
સેન્ટિયાગો, 29 જુલાઇ : કોઇને ઝઘડો કરતી વખતે આપે હંમેશા એ શબ્દ સાંભળ્યો હશે, 'આટલો જુલમ કરી રહ્યા છો, ઇશ્વરનો પ્રકોપ પડશે તો લોહીના આંસુએ રડશો..' પરંતુ શું કોઇ સાચે જ લોહીના આંસુએ રોવે છે. અત્યાર સુધી તો આપણે એવું જ કહેતા હશો કે નહીં, એવું ના હોઇ શકે પરંતુ દક્ષિણ અમેરિકાના ચિલીમાં એક યુવતીને જોશો તો આપના હોશ ઉડી જશે, કારણ કે તે ખરેખર લોહીના આંસુએ રોવે છે.
આગળ લખતા પહેલા તમને કહી દઇએ કે આ યુવતીએ કોઇની પર પણ જુલમ નથી કર્યો અને ઇશ્વરે તેની પર કોઇ પ્રકોપ નથી વર્સાવ્યો પરંતું આ યુવતી એક એવી બીમારીનો શીકાર બની છે જેને જોઇને ડોક્ટરો પર અચંબામાં પડી ગયા છે. ચિલીના એક 20 વર્ષિય યુવતી જ્યારે રોવે છે ત્યારે તેની આંખોમાંથી પાણી નહીં પરંતુ લોહરી નીકળે છે.

ઓલિવાએ પોતાના પાડોશીઓને મદદ કરવાની માંગ કરી છે, આ ઉપરાંત તેણે સ્થાનીય સમાચાર ચેનલ પર મદદ કરવા અંગેની અપીલ કરી છે. ઓલિવાના પરિવારે લોકોને જણાવ્યું છે કે 'મહેરબાની કરીને પોતાના દિલની વાત સાંભળો અને મદદ માટે હાથ લંબાવો.'
વિશેષજ્ઞોના કહેવા પ્રમાણે ઓલિવા હેમાલૈક્રિયા જેવી અત્યંત દુર્લભ બીમારીનો શિકાર થઇ છે જેના કારણે, તેની આંખોમાંથી પડનાર આંસુમાં લોહી પણ આવે છે. આના કારણે અન્ય બીમારીઓને આમંત્રિત કરવાનો પણ ભય રહે છે, જેમકે ટ્યુમર, મહિલાઓમાં હોર્મોન્સની માત્રા વધી શકે છે. દુનિયામાં અત્યાર સુધી આવા ત્રણ મામલા સામે આવ્યા છે.
<center><iframe width="600" height="338" src="//www.youtube.com/embed/CK2ZxUEVsLw" frameborder="0" allowfullscreen></iframe></center>












Click it and Unblock the Notifications
