વિમાનમાં મહિલા સાથે છેડછાડ, કપડાં ઉતારી મારપીટ કરી

Posted By:
Subscribe to Oneindia News

રશિયન વિમાનમાં ત્યારે અફરા તફરી મચી જ્યારે એક વ્યક્તિ જબરજસ્તી મહિલા યાત્રી સાથે છેડછાડ કરવા લાગ્યો અને રોકવા પર તેને અજીબ અજીબ પ્રકારની હરકતો કરી. ફ્લાઇટ પર જયારે લોકોએ તેને રોકવાની કોશિશ કરી ત્યારે તે વ્યક્તિ લોકો સાથે મારપીટ કરવા લાગ્યો. બાળકોને પણ પીટવા લાગ્યો. એટલાથી પણ તેની મન ના ભરાયું તો તેને બધાની વચ્ચે પોતાના કપડાં કાઢી નાખ્યા. જયારે લોકો તેને રોકવા લાગ્યા ત્યારે તે સાથી યાત્રીઓનું ગળું દબાવવા લાગ્યો.

વિમાનમાં મહિલા સાથે છેડછાડ

વિમાનમાં મહિલા સાથે છેડછાડ

સાઇબેરીયન એરલાઈન્સની એસ 7 ફ્લાઈટમાં 47 વર્ષના એક વ્યક્તિએ આતંક મચાવી દીધો. તે વ્યક્તિએ ફ્લાઈટમાં મહિલા સહયાત્રી સાથે છેડછાડ કરી. મહિલાને જબરજસ્તી અડવાની કોશિશ કરી. તે અચાનક મહિલાના વાળ ખેંચવા લાગ્યો. તેને કોણી મારવા લાગ્યો. તેના ચેહરા પર મુક્કા મારવા લાગ્યો. જયારે મહિલાએ તેને રોકવાની કોશિશ કરી તો તે વ્યક્તિ તેનું ગળું દબાવીને તેને ડરાવવા લાગ્યો. એટલું જ નહીં પરંતુ મહિલાને બચાવવા માટે આગળ આવેલા લોકોને પણ મારવા લાગ્યો.

બધાની વચ્ચે કપડાં ઉતારવા લાગ્યો

બધાની વચ્ચે કપડાં ઉતારવા લાગ્યો

તે વ્યક્તિ આટલાથી પણ રોકાયો નહીં. લોકોએ જયારે તેને રોકવાની કોશિશ કરી ત્યારે તે ગુસ્સામાં આવી પોતાના કપડાં ઉતારવા લાગ્યો. તે મહિલાને ડરાવવા માંગતો હતો. તેને યાત્રીઓ સહીત કેબીન મેમ્બર સાથે પણ મારપીટ કરી. ઉડતા વિમાનમાં તે વ્યક્તિએ આતંક મચાવી દીધો.

આતંક મચાવવા પર પહોંચ્યો જેલ

આતંક મચાવવા પર પહોંચ્યો જેલ

વિમાનમાં આ રીતે આતંક મચાવવા માટે તે વ્યક્તિની ધરપકડ કરી લેવામાં આવી. તે વ્યક્તિને કારણે ફ્લાઈટ 4 કલાક મોડી થઇ ગયી. તે વ્યક્તિની તરત ધરપકડ કરીને તેને જેલમાં મોકલી આપવામાં આવ્યો છે. આરોપીની ઓળખ એલેક્સી મેમોંન્ટોવ તરીકે થઇ છે. આ વ્યક્તિએ આવું કેમ કર્યું તેના વિશે કોઈ પણ પ્રકારની માહિતી મળી નથી.

English summary
Crazed Passenger sexually assaults woman throttles kid in mid air rampage in flight.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.