For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

OMG: હુમાયુની કબરની પાસે મળ્યો મુગલોનો મૂલ્યવાન ખજાનો

ભારતમાં હરવા-ફરવા માટે ઘણી સુંદર અને ઐતિહાસિક ઇમારતો છે. એવા ઘણા ઐતિહાસિક સ્થળો છે જે તેમની પોતાની વાર્તા ધરાવે છે અને લોકોને પોતાની તરફ આકર્ષિત કરે છે.

By Lekhaka
|
Google Oneindia Gujarati News

ભારતમાં હરવા-ફરવા માટે ઘણી સુંદર અને ઐતિહાસિક ઇમારતો છે. એવા ઘણા ઐતિહાસિક સ્થળો છે જે તેમની પોતાની વાર્તા ધરાવે છે અને લોકોને પોતાની તરફ આકર્ષિત કરે છે. આવું જ એક સ્થળ દિલ્હીમાં આવેલી હુમાયુની કબર છે, જ્યાં મોટી સંખ્યામાં લોકો દરરોજ આવે છે. કન્ઝર્વેટર્સે આ કબરની આશ્ચર્યજનક શોધ કરી છે. 16 મી સદીના સબ્જ બુર્જ, હુમાયુની કબર નજીક મુઘલ સ્મારકની ગુંબદદાર છત પર એક વાદળી, પીળો, લાલ અને સફેદ અને કેટલીક સોનાની પેઇન્ટિંગ શોધી હોવાનું દાવો કર્યો છે.

મૂલ્યવાન ચિત્રકારી શોધવાનો દાવો

મૂલ્યવાન ચિત્રકારી શોધવાનો દાવો

ભારતીય સંસ્કૃતિ અને પુરાતત્વ સર્વેક્ષણ આગાખાન ટ્રસ્ટ હેઠળ કામ કરતા કન્ઝર્વેટર્સ એ જણાવ્યું હતું કે પહેલીવાર દિલ્હીમાં એક સ્મારક પર 16 મી સદીની શરૂઆતની આ પ્રકારની પેઇન્ટિંગ મળી છે. સબ્જ બુર્જ, તિમુરિદની આર્કિટેક્ચરની રેખા પર સૌથી જૂની મુગલ ઇમારતોમાંથી એક છે અને પ્લાસ્ટરવર્ક, ચમકીલા સિરામિક ટાઇલ્સ અને કિંમતી પથ્થરોથી તેને સુંદરતાથી સુશોભિત કરવામાં આવ્યું છે, નવેમ્બરમાં તેનું સંરક્ષણનું કામ શરૂ કર્યું હતું.

16 મી સદીના ચિત્રિત સજાવટના કેટલાક અવશેષો મળ્યા

16 મી સદીના ચિત્રિત સજાવટના કેટલાક અવશેષો મળ્યા

એક અધિકારીએ જણાવ્યું હતું કે 20 મી સદીના સિમેન્ટ અને લાઇમ-વૉશ લેયર્સ દૂર કરવા પર, 16 સદીના ચિત્રિત સજાવટના કેટલાક અવશેષો ગુંબદદાર છત પર શોધવામાં આવ્યા, જે વાસ્તવમાં, વાદળી, પીળો, લાલ, સફેદ અને સોના સાથે સંપૂર્ણ રીતે કવર કરવામાં આવી હતી. અધિકારીઓ જણાવ્યું હતું કે દિવાલની સપાટીઓ પર પેઇન્ટિંગના ચિહ્નો દેખાઈ રહ્યા હતા,એવી આશા જતાવી હતી કે છતને પ્લાસ્ટરની પેટર્નથી શણગારવામા આવી હશે, પરંતુ છતની પેઇન્ટિંગ્સ એ દરેકને આશ્ચર્ય કરી દીધા.

વરસાદી પાણીને લીધે મોટા ભાગના પેઇન્ટિંગને થયું નુકસાન

વરસાદી પાણીને લીધે મોટા ભાગના પેઇન્ટિંગને થયું નુકસાન

એવું લાગે છે કે વરસાદી પાણીને કારણે મોટા ભાગની પેઇન્ટિંગ ધોવાઇ ગઇ છે અને એવી કોશિશ કરવામાં આવી રહી છે કે તેનો અંત ન થાય. પ્લાસ્ટર પેટર્ન પણ આ સમય દરમિયાન મળી આવ્યા છે. રાષ્ટ્રીય અને આંતર રાષ્ટ્રીય વિશેષજ્ઞો વધુ માહિતી એકત્ર કરવામાં રોકાયેલા છે અને પેઇન્ટેડ છત માટે સંરક્ષણ નીતિ તૈયાર કરતા પહેલા આ નિષ્ણાતો દ્વારા વિશ્લેષણ કરવામાં આવશે.

English summary
delhi near Humayun's tomb Conservators discover hidden Mughal treasure
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X