Divorce Party : પત્ની પીડિત પતિની ડિવોર્સ પાર્ટી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ, જુઓ વીડિયો
Divorce Party : તમે ઘણી વખત સોશિયલ મીડિયા પર ડિવોર્સ પાર્ટી વિશે સાંભળ્યુ હશે. તમને જાણીનો નવાઈ લાગશે કે એક વ્યક્તિએ ડિવોર્સ પાર્ટી યોજી અને એવો હંગામો કર્યો કે સોશિયલ મીડિયા પર છવાઈ ગયો.
હવે આ વ્યક્તિની ડિવોર્સ પાર્ટીની સોશિયલ મીડિયા પર ખુબ ચર્ચા થઈ રહી છે. હરિયાણાના રહેવાસી મનજીતે એક અનોખી પાર્ટી સાથે તેના લગ્નના અંતની ઉજવણી કરી.

2020 માં છૂટાછેડાના ચાર વર્ષ પછી બનેલી આ ઘટનાએ વ્યાપક ચર્ચા જગાવી છે. આ ઈવેન્ટમાં તેની પૂર્વ પત્નીના ડ્રેસમાં સજ્જ એક મેનીક્વિન રખાઈ હતી, જેની સાથે લોકોએ સેલ્ફી પણ લીધી. હરિયાણાના રહેવાસી મનજીતે 2020માં કોમલ સાથે લગ્ન કર્યા હતા અને ડિવોર્સ થતા આ પાર્ટી યોજી.
ત્રણ વર્ષ પછી બંનેના ડિવોર્સ થતા તેને છુપાવવાને બદલે મનજીતે આ પ્રસંગને ભવ્ય સમારોહ સાથે ઉજવવાનું નક્કી કર્યું. આ સેલિબ્રેશનની તસવીરો જોતા જોતામાં સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ. હવે લોકો તેના પર તેમની પ્રતિક્રિયા પણ આપી રહ્યાં છે.












Click it and Unblock the Notifications
