Video: દીકરાને ગમી ડચ ગર્લ તો માએ બનાવી દીધી સાઉથ ઈન્ડિયન, જુઓ વહુને કેવી રીતે આપી 'સ્પેશિયલ ટ્રેનિંગ'
એક દક્ષિણ ભારતીય મહિલાનો ડચ પુત્રવધૂ સાથેનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.
નવી દિલ્લીઃ એક દક્ષિણ ભારતીય મહિલાનો ડચ પુત્રવધૂ સાથેનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો નેધરલેન્ડના એક યુઝરે શેર કર્યો છે. જ્યાં પુત્રવધૂને સાઉથ ઈન્ડિયન બનાવવા માટે સાસુ સંપૂર્ણ ટ્રેનિંગ આપી રહી છે. દક્ષિણ ભારતીય મહિલાની એક ડચ પુત્રવધૂ સાથે બોન્ડિંગની ક્લિપ હાલમાં ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહી છે.

દક્ષિણ ભારતીય વાનગીની વાત જ અલગ છે. રવા ઉપમા, ઢોસા જેવી વસ્તુઓ ભારતમાં જ નહિ વિદેશમાં પણ ખૂબ જ પસંદ કરવામાં આવે છે. દક્ષિણ ભારતીય મહિલાની એક ડચ પુત્રવધૂ સાથે બોન્ડિંગની ક્લિપ હાલમાં ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહી છે. આ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરાયેલી રીલ છે. જેણે સોશિયલ મીડિયા યુઝર્સના દિલ જીતી લીધા હતા. નેધરલેન્ડના અલકમારમાં રહેતા પ્રભુ વિશા નામના યુઝરે શેર કરેલા વીડિયોમાં સાસુ વહુને આખા પરિવાર માટે દક્ષિણ ભારતીય નાસ્તો બનાવતી જોઈ શકાય છે.
વાયરલ ક્લિપમાં યુઝર પ્રભુની પત્નીને તેની સાસુ ડોસા અને કૂલી પનિયારામ, રવા ઉપમા જેવી દક્ષિણ ભારતીય વાનગીઓ બનાવતા શીખવતી જોવા મળે છે. વીડિયો પોસ્ટ કરતા યુઝરે લખ્યુ, 'મારી માતા એક ડચ મહિલાને દક્ષિણ ભારતીય નાસ્તો બનાવવાનુ શીખવી રહી છે. કેપ્શનમાં આગળ લખ્યું છે કે, 'હાથથી ખાવાનો પ્રયાસ કરવો એ એક અલગ જ અહેસાસ છે, સમજાવવા કરતાં શોધવુ શ્રેષ્ઠ છે. સાઉથ ઈન્ડિયન બ્રેકફાસ્ટની યાદીમાં ઘણુ બધુ છે, પણ તેને આગામી રીલ માટે રાખો.'












Click it and Unblock the Notifications
