આ જગ્યાઓ પર મરવાની પરવાનગી નથી, આવુ કરવુ ગુનો ગણાય છે

કહેવાય છે કે જે જન્મે છે તેનું મોત નિશ્ચિત છે. માણસ કે પશુપક્ષીઓને એક સમયે આ દુનિયા છોડવી પડે છે. કોણ ક્યાં મોતને ભેટે તેનું કોઈ નક્કી નથી. જો કે આ દુનિયામાં ઘણી એવી જગ્યાઓ છે જ્યાં મરવા અને જન્મ લેવા પર પ્રતિબંધ છે.

પહેલી વખત તમને સાંભળીને નવાઈ લાગશે કે આ કેવી રીતે શક્ય છે? જો કે આવુ હકિકતમાં છે. દુનિયામાં આવી ઘણી જગ્યાઓ આવેલી છે ત્યાં મોત કાયદા વિરૂદ્ધ છે. આમ કરવા પાછળના કારણો પણ ચૌકાવનારા છે.

Dying is not allowed in these places

લોંગયરબ્યેન, નોર્વે
નોર્વેના કોલસાની ખાણ માટે જાણીતા લોંગયરબ્યેનમાં પણ મરવુ કે દફનાવવુ કાયદાકીય અપરાધ છે. આ નાનકડું શહેર આર્કટિક સર્કલ નજીક છે. એટલા માટે અહીં હવામાન સામાન્ય રીતે ઠંડુ રહે છે. આનાથી મૃત શરીર સડતા નથી અને ચેપ ફેલાવવાનું જોખમ વધી જાય છે. જો અહીં કોઈનું મોત થાય તો તેને તરત જ નોર્વેના અન્ય શહેરોમાં મોકલી દેવાય છે.

ઇત્સુકુશિમા - જાપાન
ઇત્સુકુશિમા જાપાનનો એક ટાપુ છે અને તે પવિત્ર સ્થળ તરીકે જાણીતો છે. 1868 સુધી અહીં લોકોને મરવાની કે જન્મ લેવાની મંજૂરી નહોતી. આજે પણ આ જગ્યાએ કોઈ કબ્રસ્તાન કે હોસ્પિટલ નથી.

કુગ્નોક્સ - ફ્રાન્સ
ફ્રાન્સના કુગ્નોક્સમાં 2007માં મેયરને નવુ કબ્રસ્તાન બનાવવાની પરવાનગી ન મળતા તેમણે લોકોના મોત પર પ્રતિબંધ મૂક્યો. જો કે આખરે સ્થાનિક કબ્રસ્તાનને પહોળું કર્યા બાદ આ પ્રતિબંધ ઉઠાવી લેવામાં આવ્યો.

લે લવંડૌ - ફ્રાન્સ
ફ્રાન્સના લે લવંડૌમાં પણ મૃત્યુ પર પ્રતિબંધ મુકાયો હતો. અહીં પણ ત્યાં મેયરને નવું કબ્રસ્તાન બનાવવાની પરવાનગી મળી શકી ન હતી. 2000 માં આ કાયદો પસાર થયા પછી શહેરમાં લોકોના મૃત્યુ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

લેન્ઝારોટ, સ્પેન
સ્પેનના લેન્ઝારોટેમં સ્થાનિક કબ્રસ્તાનો ભરેલા રહે છે. આ સમસ્યા નિવારવા 1999માં ગ્રેનાડા પ્રાંતના ગામના મેયરે લોકોના મોત પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ પ્રાંતની 4000ની વસ્તીને જ્યાં સુધી નવું કબ્રસ્તાન ન મળે ત્યાં સુધી જીવતા રહેવાની સલાહ આપવામાં આવી. જો કે આ એક પોલિટિકલ પગલુ હતુ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X