વધતી ઉમરને રોકીને 75 વર્ષે પણ પરમ સુંદરી લાગે છે આ હસીના, જાણો પોતાને ફિટ રાખવા શું કરે છે?
ઘણા લોકોને મોટી ઉમર સુધી યંગ દેખાવાનો શોખ હોય છે. આના માટે તે સતત મહેનત કરતા રહે છે. આજે આપણે આવી જ એક મહિલાની વાત કરવાના છીએ, જેને ફિટનેસને જૂનુન બનાવ્યુ અને 75 વર્ષે પણ નાની ઉમરની યુવતીઓને ખૂબસૂરતીમાં ટક્કર આપી રહ્યા છે.
75 વર્ષિય બ્રિટિશ મોડલ નોર્મા વિલિયમ્સ તેની ફિટનેસ માટે જાણીતી છે. તે કહે છે કે તેને ઉમરને રોકી લીધી છે અને ઉમર તેના માટે માત્ર એક સંખ્યા છે. દાદીમાંની ઉમર સુધી પહોંચેલા નોર્મા વિલિયમ્સ આ ઉમરે પણ યંગ દેખાય છે.

સરકારી કામથી નિવૃત નોર્મા વિલિયમ્સે હાલમાં જ જાહેરાત કરી અને જણાવ્યુ હતું કે, તેમની પાસે એક યુવાન કરતાં વધુ એનર્જી છે. તે પોતાને 20 વર્ષની યુવતી માને છે અને તેના જેવા ફિટ છે. તેમની સહનશક્તિની કોઈ સીમા નથી.
નોર્મા વિલિયમ્સ જણાવે છે કે, મારા ચહેરા પર થોડી કરચલી છે પરંતુ જ્યાં સુધી સક્રિય રહેવાની અને એનર્જીની વાત છે તો હું કોઈને પણ હરાવી શકું છું. આ ઉંમરે પણ મને કોઈ દર્દ નથી. એવી કોઈ ઈજા નથી કે જે રૂઝાઈ ન હોય.
તેમના કહેવા પ્રમાણે, ડોક્ટર્સ કહે છે કે મારી ફિટનેસ 20 વર્ષની વયના લોકો જેવી છે. સામાન્ય રીતે વૃદ્ધ લોકોનું શરીર નબળું પડી જાય છે અને કામ કરવાની ક્ષમતા ઘટે છે. તે ભૂલવા લાગે છે પરંતુ મારી સાથે આવું કંઈ નથી થયુ.
નોર્મા આ ઉંમરે પણ હોલિડે રેન્ટલ બિઝનેસ સાથે જોડાયેલા છે અને મોડલિંગ કરે છે. તે ક્યારેય પરેશાન કે થાકેલા જોવા મળતા નથી. ટીબી, સ્ટ્રોક અને કેન્સર જેવી બીમારીઓ સામે ઝઝૂમી હોવા છતાં તે યુવાન અને સક્રિય દેખાય છે. હવે તેને કોઈ બીમારી નથી. તે દાવો કરે છે કે તેમની ઉંમર ઝડપથી ઘટી રહી છે.
નોર્વા વિલિયમ્સે જણાવ્યું કે, જ્યારે તે 20 વર્ષની હતી ત્યારે તેનું વજન વધી ગયું હતું. પરંતુ છેલ્લા 50 વર્ષમાં એનર્જીનું સ્તર ખૂબ જ ઝડપથી વધ્યું છે અને આ વસ્તુ તેને હંમેશા યુવાન રાખે છે. આ ઊર્જાનું રહસ્ય શું છે તેનો જવાબ આપતા વિલિયમ્સે કહ્યું કે, તે દરરોજ 5.6 માઈલ એટલે કે લગભગ 9 કિલોમીટર ચાલવા જાય છે. કસરત કરે છે. યોગ તેમની દિનચર્યાનો મુખ્ય ભાગ છે. તેણે કહ્યું કે જ્યાં દરેકની ઉંમર ઘટે છે ત્યાં હું ઉંમર ઘટાડાની ઉજવણી કરી રહ્યો છું.












Click it and Unblock the Notifications
