For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચાલ ભૂરા પ્લેન કાઢ, ચા પીવા જવું છે! આ શહેરમાં લોકો બાઇક જેમ વાપરે છે એરક્રાફ્ટ

આજના આધુનિક યુગમાં દરેક વ્યક્તિ પાસે પોતાની કાર છે. આજકાલ દરેક ઘરમાં બાઇક અને કાર હોવી સામાન્ય વાત છે. એરક્રાફ્ટની વાત કરીએ તો બહુ ઓછા લોકો હશે, જેમની પાસે પોતાનું ચાર્ટર્ડ પ્લેન હશે, પરંતુ દુનિયામાં એક એવું શહેર છે...

|
Google Oneindia Gujarati News

આજના આધુનિક યુગમાં દરેક વ્યક્તિ પાસે પોતાની કાર છે. આજકાલ દરેક ઘરમાં બાઇક અને કાર હોવી સામાન્ય વાત છે. એરક્રાફ્ટની વાત કરીએ તો બહુ ઓછા લોકો હશે, જેમની પાસે પોતાનું ચાર્ટર્ડ પ્લેન હશે, પરંતુ દુનિયામાં એક એવું શહેર છે, જ્યાં દરેક વ્યક્તિ પાસે પોતાનું વિમાન હોય છે. સૌથી આશ્ચર્યની વાત એ છે કે, અહીંના લોકો ઓફિસ જવા માટે અને અન્ય કામો માટે એરોપ્લેનનો ઉપયોગ કરે છે.

cameron

આ અનોખું શહેર અમેરિકાના કેલિફોર્નિયામાં આવેલું છે. આ શહેરના રસ્તાઓ ખૂબ પહોળા છે. તમને જાણીને નવાઈ લાગશે કે, અહીંના રસ્તા એરપોર્ટના રનવે કરતા પણ પહોળા છે. આવું એટલા માટે કરવામાં આવ્યું છે, જેથી પાઈલટને કોઈ મુશ્કેલી ન પડે અને તે એરક્રાફ્ટને સરળતાથી નજીકના એરપોર્ટ પર લઈ જઈ શકે. આવો જાણીએ આ અનોખા શહેર વિશે...

કેલિફોર્નિયામાં સ્થિત આ શહેર કેમેરોન એરપાર્ક તરીકે ઓળખાય છે. આ શહેરમાં તમને દરેક ઘરની બહાર એરોપ્લેન અને ગેરેજની જગ્યાએ હેંગર જોવા મળશે. સૌથી નવાઈની વાત એ છે કે, આ શહેરના લોકો ઓફિસ કે કામ પર જવા માટે પણ પોતાના વિમાનનો ઉપયોગ કરે છે. તમને આ જાણીને નવાઈ લાગશે, પરંતુ આ સંપૂર્ણ રીતે સત્ય છે.

આ શહેરમાં રહેતા મોટાભાગના લોકો પાઈલટ છે. તેથી જ વિમાન હોવું સામાન્ય બાબત છે. આ સાથે અહીં ડૉક્ટર, વકીલ અને અન્ય લોકો પણ રહે છે, પરંતુ આ બધા લોકોને પ્લેન રાખવાનું પણ ગમે છે. આ શહેરમાં રહેતા લોકોને વિમાન ખૂબ જ ગમે છે. અહીં રહેતા તમામ લોકો શનિવારની સવારે એકઠા થાય છે અને સ્થાનિક એરપોર્ટ જાય છે.

પ્લેનની માલિકી એ આ શહેરમાં કાર રાખવા જેવું છે. અહીં લોકોના ઘરની સામે બનેલા હેંગરમાં પ્લેન રાખવામાં આવે છે. હેંગર એ જગ્યા છે જ્યાં એરક્રાફ્ટ રાખવામાં આવે છે. આ અનોખા શહેર વિશે જે પણ જાણે છે તે આશ્ચર્યચકિત થઈ જાય છે.

cameron airpark

આ શહેરમાં એરક્રાફ્ટની પાંખોને કોઈ નુકસાન ન થાય તે માટે ઓછી ઊંચાઈએ રોડ સાઈન અને લેટરબોક્સ લગાવવામાં આવ્યા છે. તમને જાણીને નવાઈ લાગશે કે, આ શહેરની ગલીઓના નામ પણ વિમાનો સાથે જોડાયેલા છે. શહેરમાં બોઇંગ રોડ જેવા શેરીઓના નામ છે.

યુએસએ બીજા વિશ્વયુદ્ધ બાદ એરોપ્લેનના સંચાલનને પ્રોત્સાહન આપ્યું, જેના કારણે દેશમાં ઘણા એરપોર્ટ બનાવવામાં આવ્યા હતા. આ શહેરમાં 1939માં પાઈલટની સંખ્યા 34,000 હતી, જે 1946 સુધીમાં વધીને 4,00,000 થઈ ગઈ હતી. યુ.એસ. સિવિલ એવિએશન ઓથોરિટીએ તેથી દેશમાં રહેણાંક એરપોર્ટના નિર્માણની દરખાસ્ત કરી, જેનો હેતુ નિવૃત્ત લશ્કરી પાઇલટ્સને સમાવવાનો હતો.

English summary
Everyone in cameron city has an airplane, uses an aircraft for every job.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X