ભારતમાં ગર્ભવતી મહિલાઓના ફેશન શોના ચલણમાં વધારો
મુંબઈ: હવે એ સમય નથી રહ્યો કે જ્યારે માત્ર 5 ફુટ 7 ઈંચ લાંબી મોડેલ જ રેમ્પ પર વોક કરી શકે. સમય બદલાયો છે અને હવે પોતાના માતૃત્વને એક યાદગાર મુવમેન્ટ બનાવવા માટે મહિલાઓ પણ રેમ્પ પર વોક કરે છે. અત્યારસુધી આ ટ્રેન્ડ વિદેશમાં જોવા મળતો હતો, પણ હવે આ ટ્રેન્ડ ભારતમાં પણ શરૂ થયો છે.
પાછલા દિવસોમાં પૂણેમાં નિયોલાઈફે ગર્ભવતી મહિલાઓને રેમ્પ પર ચાલવાની તક આપી અને રેમ્પ પર વોક કરીને આ મહિલાઓએ ઉપસ્થિત લોકોને મંત્રમુગ્ધ કર્યાં. ગર્ભવતી મહિલાઓએ રેમ્પ પર 3 રાઉન્ડ વોક કરીને એકબીજાને કડી ટક્કર આપીને ફાઈનલ સુધી પહોંચી પ્રતિયોગીતા જીતી પણ હતી.
આ ફેશન શોમાં ફેમસ મોડેલ તસનીમ, કરીના કપૂર અને દિપીકાની સ્ટાઈલીસ્ટ નિવેદીતા સબુ ફેશન ડિઝાઈનર તેમજ અનેક નામી હસ્તીઓ હાજર રહ્યાં હતા.

ગર્ભવતી મહિલાઓએ કર્યું રેમ્પ વોક
હાલમાં જ નિયોલાઈફ દ્વારા ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું હતું.

તસનીમ ગડોકે
ગર્ભવતી મહિલાઓ માટે આયોજીત ફેશન શોમાં ફેમસ મોડેલ તસનીમ ગડોક પણ હાજર રહી હતી.

ગર્ભવતી મહિલાઓ રેમ્પ પર
આ તસવીર તે મહિલાઓની છે, જેમણે રેમ્પ પર કેટ વોક કર્યું હતુ.

ફેશન શો
શો ઓર્ગેનાઈઝર અને અન્ય લોકો સાથે ગર્ભવતી મહિલાઓનું ફોટોશુટ.

વિજેતા વર્ષા મોટવાની
આ શોમાં વર્ષા મોટવાની વિજેતા બની હતી.












Click it and Unblock the Notifications
