લવ મેકિંગમાં પહેલી કિસનું ખાસ મહત્વ છે, આવી રીતે શરૂઆત કરો
રિલેશનશીપમાં આવ્યા બાદ કપલ એકબીજાની નજીક આવવા માટે સૌથી પહેલા કિસ કરે છે. કિસ બાદ બન્ને વચ્ચેના બોન્ડિંગમાં વધારો થાય છે અને ઈન્ટિમેટ થવા તરફ આગળ વધે છે. એટલે કહી શકાય કે પહેલી કિસનો લવ મેકિંગમાં મોટો રોલ છે.
કોઇપણ વ્યક્તિ ખરાબ શરૂઆત થાય કેવુ ન ઈચ્છે. સારા સમાચાર એ છે કે કેટલીક તકનીક, સમય અને પરિસ્થિતિ સાથે પહેલી કિસન અનુભવને શાનદાર બનાવી શકાય છે. તે તમારા સંબંધોમાં રોમાંસ ઉમેરી શકે છે.

તમે તમારા પાર્ટનરને કિસ કરવા આતુર હોવ પણ ઉતાવળ કરવી ઠીક નથી. વધુ પડતી ઉતાવળ કામ બગાડી શકે છે. કિસ કરવામાં ઉતાવળ પાર્ટનરને અસહજ કરી શકે છે. તેને પ્રેસર થઈ રહ્યુ હોવાનું ફિલ થાય છે, જે રિલેશન માટે ઠીક નથી. ખરાબ કિસ સાથેની શરૂઆત બાદ બની શકે છે કે તે તમારાથી દુર થઈ જાય. ટુંકમાં કહીએ તો રિલેશનમાં વધારે પડતી ઉતાવળ અંત તરફ લઈ જઈ શકે છે.
પાર્ટનરને કિસ કરવા માટે યોગ્ય સમયની રાહ જોવી પણ જરૂરી છે. શરૂઆત કરતા પહેલા માહોલ બનાવો અને પછી આગળ વધો. જો તમે પ્રથમ કિસ માટે ખૂબ લાંબો સમય રાહ જુઓ છો તો પણ તેને લાગશે કે તમે તેનામાં ઈન્ટ્રસ્ટેડ નથી. આનાથી ફ્રેન્ડઝોનમાં આવી જવાનો ખતરો રહે છે. યોગ્ય સમયે યોગ્ય પગલુ ભરી લેવુ જોઈએ.
ક્રશને કિસ કરવા માટે ઘણા પ્લાનિંગ કરતા હોય છે. ઘણા તેને પહેલા વિક કે મહિનામાં જ કરે છે તો ઘણાને સમય લાગે છે. આ એવા સંકેતો છે પાર્ટનર પહેલી કિસ માટે રાહ જોઈ રહ્યા છે અને બન્ને ઉત્સુક છે.
તમારો પાર્ટનર તમને ઇન્ટેન્સ લુક આપી રહ્યો છે અથવા તો તેના હોઠ અથવા આંખો ફલિક કરી રહી છે તો આ એક સંકેત છે કે તે તમારી સાથે કિસ કરવા માટે તૈયાર છે. જો તે તમારી સાથે હોય ત્યારે વારંવાર તેના હોઠ પર જીભ ફેરવે તો તે સંકેત છે કે કિસ કરવાનો યોગ્ય સમય છે.
કિસ કરવાની એક સરસ રીત એ પણ છે કે જ્યારે તમને લાગે કે પાર્ટનર તૈયાર છે તો તમારા હોઠને સીધા તેની નજીક લાવો. જો તમારો પાર્ટનર પણ તમારી નજીક આવે તો તેનો અર્થ એ છે કે તે પણ તમને કિસ કરવા માંગે છે પરંતુ પ્રથમ પહેર કરતા અચકાય છે. હવે તમે તેમને કિસ કરી શકો છો.












Click it and Unblock the Notifications
