કામવાળી ના સમજતા આ સુંદરીને, છે સોશ્યલ મીડિયા ક્વીન!

Subscribe to Oneindia News

આજના સમયમાં સોશ્યલ મીડિયા એક મોટી ભૂમિકા ભજવી છે. સોશ્યલ મીડિયાના મારફતે કોઇ પણ વ્યક્તિ અચાનક જ પોપ્યુલર બની શકે છે. અને આવું પહેલી વાર નથી બન્યું. આના અગાઉ પણ અમે તમને અનેક ઘટનાઓ બની છે જેમાં સોશ્યલ મીડિયાએ સામાન્ય લોકોને પણ પોપ્યુલર કરી દીધા છે. પછી ભલે તે પાકિસ્તાની ચાવાળો હોય કે નેપાળી શાકવાળી. સોશ્યલ મીડિયામાં તેમનો એક ફોટો વાયરલ થતા તે રાતોરાત સ્ટાર બની ગયા હતા. ત્યારે આવું જ કંઇક વિયેતનામની છોકરી સાથે પણ થયું. વાસણ માંજતી આ છોકરી રાતો રાત થઇ ગઇ છે સોશ્યલ મીડિયા ક્વીન. તો જાણો આ છોકરી વિષે....

ફોટોએ બનાવી ફેમસ

ફોટોએ બનાવી ફેમસ

હાલ તમે સોશ્યલ મીડિયા પર એક છોકરીનો ફોટો જોયા હશે જે ફોટામાં વાસણ માંજી રહી છે. આ ફોટોમાં વાસણ સાફ કરતી છોકરી એટલી ક્યૂટ દેખાય છે કે જે કોઇ પણ આ ફોટોને જોવે છે તે આ છોકરીની સુંદરતાનું કાયલ થઇ રહ્યું છે. લાંબા વાળ, મોટી આંખો અને ક્યૂટ સ્માઇલના કારણે આ છોકરી સોશ્યલ મીડિયામાં થઇ રહી છે ફેમસ. .

24 વર્ષે સોશ્યલ મીડિયા ક્વીન

24 વર્ષે સોશ્યલ મીડિયા ક્વીન

આ છોકરીની ઉંમર ખાલી 24 વર્ષની છે અને એક ફોટોએ હાલ તેને કરી લીધી છે લોકપ્રિય. મૂળ આ છોકરી વિયેતનામની છે. અને તેનું નામ છે યોન. જે પણ લોકો તેનો આ ફોટો જોઇ રહ્યા છે તે આ છોકરીની સુંદરતા વખાણ કરતા નથી થાકતા.

મમ્મી બનાવી ફેમસ

મમ્મી બનાવી ફેમસ

યોનનો આ ફોટો સોશ્યલ મીડિયા પર ખુદ તેની માતાએ મૂક્યો છે. તેની માતાને પણ તે વખતે અંદાજો નહતો કે તેનો એક ફોટો તેમની લાડકી દિકરીને બનાવી દેશે દુનિયાભરમાં ફેમસ. વળી યોન અહીં વાસણ સાફ કરવાનો ખાલી પોઝ નથી આપતી. તે ખરેખરમાં ખૂબ જ મહેનતું છોકરી છે.

માતા-પિતાને મદદ

માતા-પિતાને મદદ

યોન પોતાના માતા-પિતાની રેસ્ટોરન્ટમાં જ વાસણ ઘસી રહી છે. જોકે, આવુ નથી કે તે ફક્ત વાસણ ઘસવાનુ કામ કરે છે. પરંતુ યોન પોતાના અભ્યાસની સાથે સાથે પોતાના માતા-પિતાને એમના કામમાં મદદ પણ કરે છે. અને આ વાત જાણીને લોકો તેને વધુ પસંદ કરી રહ્યા છે.

કામ અને મદદ બન્ને

કામ અને મદદ બન્ને

યોન પોતાના અભ્યાસ અને માતા રેસ્ટોરન્ટમાં કામ કરવા ઉપરાંત નોકરી પણ કરે છે. તે એક વિદેશી કંપની માટે પણ કામ કરે છે. યોનની ઇચ્છા છે કે તે પોતાનું ગ્રેજ્યુએશન પતાવીને એપ ડેવલપર બને. જેના દ્વારા તે પોતાની પરિવારની મદદ કરી શકે છે.

English summary
A photo of a 24-year-old Vietnamese girl washing dishes has recently gone viral and got netizens swooning over her beauty.
Please Wait while comments are loading...