મગજ ફરેલી પ્રેમિકાએ પ્રેમી માટે 5.6 કરોડની ઉઠાંતરી કરી અને પછી જાદુ ટોણા પર ખર્ચી નાંખ્યા, જાણો પુરી ઘટના
કહેવાય છે કે પ્રેમમાં વ્યક્તિ પાગલ બની જાય છે. ઘણી વખત પ્રેમ માથા પર એવો સવાર થઈ જાય છે કે માણસ સનકી બની જાય છે. એમાં પણ જો આવુ છોકરીઓ કરે તો તે હદ જ વટાવી દે છે. હાલમાં જ આવી એક ઘટના સામે આવી છે.
અહેવાલો અનુસાર, આ ઘટના ચીનની છે. અહીંની એક એકાઉન્ટન્ટે પોતાના બોયફ્રેન્ડને પોતાની સાથે રિલેશનમાં રાખવા માટે કંઈક એવુ કર્યુ કે તેની ચર્ચા પુરી દુનિયામાં થઈ રહી છે. આ છોકરીએ સૌથી પહેલા તો એક ફર્મમાંથી કરોડો રૂપિયાની ચોરી કરી. એટલુ જ નહીં, તેને આ રૂપિયા માત્ર જાદુ ટોણા પાછળ ખર્ચી નાંખ્યા.

સ્થાનિક મીડિયા રિપોર્ટ અનુસાર, આ ઘટનાચીનના લિયાઓનિંગ પ્રાંતની છે. આ શંકી યુવતી એક પેઢીમાં એકાઉન્ટન્ટ તરીકે કામ કરતી હતી. આ યુવતીએ સ્ટાફને અંધારામાં રાખીને તેની એક અંગત બાબત ઉકેલવા એક હજાર-બે હજાર નહીં પરંતુ 5 કરોડની ઉઠાંતરી કરી લીધી.
આ યુવતીના બોસે જણાવ્યુ કે, તેને ગયા વર્ષથી કંપનીના એકાઉન્ટમાં કંઈક ગડબડી જોવા મળી હતી. આ સ્થિતિ તેમણે પોલીસનો સંપર્ક કર્યો. તપાસમાં શંકા તેના પર જતી રહી. પોલીસને તપાસમાં લક્ઝરી બેગ, કપડાં અને ચોરેલી રકમ મળી આવી છે.
તપાસ દરમિયાન જાણવા મળ્યું કે તેની અંગત લાઈફમાં કોઈ સમસ્યા હતી ત્યારે તે કંપનીના પૈસાની હેરાફેરી કરતી હતી.
વાંગ નામની આ યુવતી તેના પ્રેમીને તેની સાથે રિલેશનશીપમાં રહેવા માટે આ બધુ કરી રહી હતી. તેણે તાંત્રિક કે જ્યોતિષના ચક્કરમાં પડીને પોતાની ઈચ્છા પૂરી કરવા માટે તંત્ર-મંત્ર કરાવ્યા. તેને એક ઓનલાઈન તાંત્રિક મળ્યો અને તેના પર વિશ્વાસ કરીને તેને 45 લાખ રૂપિયા આપી દીધા.
અહેવાલો અનુસાર, આ યુવતી અન્ય જાદુગરોને મળી અને તેને 150 પેમેન્ટ કર્યા. આ પેમેન્ટની કુલ રકમ 4 કરોડ 42 લાખ રૂપિયા હતા. ચૌકાવનારી બાબત એ છે કે આટલા રૂપિયા ઉડાવ્યા બાદ અને તેના કૃત્ય બદલ તેને કોઈ પસ્તાવો નથી, કારણ કે તેને તેનો બોયફ્રેન્ડ મળી ગયો છે.












Click it and Unblock the Notifications
