આ ગામમાં છોકરીઓ મોટી થતા જ છોકરો બની જાય છે, જાણો શું છે રહસ્ય?
આ દુનિયામાં એવી અજાયબ વસ્તુઓ જોવા મળે છે જેના વિશે સાંભળીને તમને પહેલા વિશ્વાસ પણ ન આવે. આવી જ એક વસ્તુ ડોમિનિકન રિપબ્લિક દેશમાં જોવા મળે છે. સાંભળીને જવાઈ લાગશે પરંતુ અહીં છોકરાઓ ઉમર વખત છોકરી બની જાય છે.
પહેલી નજરમાં અસામાન્ય લાગતી આ વાત હકિકત છે. ડોમિનિકન રિપબ્લિક દેશમાં લા સેલિનાસ ગામ નામનું આ રહસ્યમયી ગામ આવેલુ છે. અહીં છોકરીઓ ચોક્કસ ઉંમર પછી લિંગ પરિવર્તનમાંથી પસાર થઈને છોકરા બની જાય છે.

આ રહસ્યમયી વસ્તુના કાણે અહીંના લોકો ગામને શાપિત ગામ માને છે. વૈજ્ઞાનિકો પણ આજ સુધી આ રહસ્ય શોધી શક્યા નથી. આવુ કેમ થઈ રહ્યું છે તે પણ એક રહસ્યનો વિષય છે.
અહેવાલો અનુસાર, લા સેલિનાસ ગામની ઘણી છોકરીઓ 12 વર્ષની ઉંમર બાદ છોકરાઓમાં પરિવર્તિત થઈ જાય છે. આનાથી ગામના લોકો ખુબ જ હેરાન છે. ગામના ઘણા લોકો માને છે કે અહીં કોઈ અદ્રશ્ય શક્તિનો પડછાયો છે. આ સિવાય કેટલાક વૃદ્ધ લોકો આ ગામને શ્રાપિત માને છે. આવા બાળકોને ગ્વેદોચે કહેવામાં આવે છે.
ગામમાં જોવા મળી રહેલી રહસ્યમયી પ્રવૃતિને કારણે છોકરીનો જન્મ થાય ત્યારે તે પરિવારમાં શોકની લાગણી ફેલાય છે. તેમને ડર છે કે તેમની દીકરી મોટી થશે ત્યારે છોકરો બની જશે. આ રોગને કારણે ગામમાં છોકરીઓની સંખ્યા ખૂબ જ ઘટી રહી છે. આ રહસ્યમય રોગને કારણે આજુબાજુના ગામડાના લોકો આ ગામને ખરાબ નજરથી જુએ છે.
દરિયા કિનારે આવેલા આ ગામની વસ્તી 6 હજાર આસપાસ છે. આ વિચિત્રતાને કારણે આ ગામ દુનિયાભરના સંશોધકો માટે સંશોધનનો વિષય બન્યુ છે. ડોક્ટરોનું કહેવું છે કે આ બીમારી જિનેટિક ડિસઓર્ડર છે.
સ્થાનિક ભાષામાં આ રોગથી પીડિત બાળકોને 'સ્યુડોહર્માફ્રડાઈટ કહેવામાં આવે છે. જે પણ છોકરીઓને આ રોગ હોય છે તે ઉંમરે પહોંચ્યા પછી તેમના શરીરમાં પુરૂષ જેવા અંગો બનવા લાગે છે. તેનો અવાજ ભારે થવા લાગે છે અને તે બદલાવ તેના શરીરમાં આવવા લાગે છે જે ધીમે ધીમે તે છોકરીમાંથી છોકરો બની જાય છે. ગામના 90માંથી એક બાળક આ રહસ્યમય રોગથી પીડિત છે.












Click it and Unblock the Notifications
