ગૂગલ મેપે પત્નીનો 10 વર્ષ જૂનો કાંડ ખુલ્લો પાડ્યો અને વાત ડિવોર્સ સુધી પહોંચી, જાણો શું છે પુરી ઘટના?

સ્માર્ટ ફોન લોકોની ઘણી મુશ્કેલીઓ ઓછી કરે છે પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે સ્માર્ટ ફોનમાં રહેલા ગૂગલ મેપના કારણે પતિને પત્નીની બેવફાઈની ખબર પડી. ગૂગલ મેપે 10 વર્ષ જૂના રાઝ ખોલતા મામલો તલાક સુધી પહોંચી ગયો.

ગૂગલ મેપમાં એક ફીચર છે અને તેમાં તમે ઝૂમ કરીને રૂટના ફોટા જોઈ શકો છો. તાજેતરમાં પેરુના એક વ્યક્તિએ પણ તેનો ઉપયોગ કર્યો. જ્યારે તેણે ઝૂમ કર્યું તો ખબર પડી કે તેની પત્ની તેની સાથે છેતરપિંડી કરી રહી છે.

Google Maps

અહેવાલો અનુસાર, વ્યક્તિએ પેરુની રાજધાની લિમાની એક ગલીનો ફોટો ઝૂમ કર્યો તો તે ચૌકી ગયો.. તેણે ધ્યાનથી જોયું તો તેની પત્ની અન્ય પુરુષ સાથે વાંધાજનક હાલતમાં જોવા મળી. તેણે તરત જ તેના કપડા પ ઓળખી લીધા અને મોટી બબાલ શરૂ થઈ.

ઘટના અનુસાર, ગૂગલના કેમેરાએ 2013માં મેપિંગ માટે આ રોડની તસવીર લીધી હતી. તે સમયે આ પુરુષની પત્ની તેના પ્રેમીને મળવા ગઈ હતી. તે બેંચ પર બેઠી હતી અને તેના પ્રેમીએ તેનું માથું તેના ખોળામાં હતું.

વ્યક્તિના કહેવા પ્રમાણે, તે કોઈ કામ માટે તે રસ્તા પર ઝૂમ કરી રહ્યો હતો. પછી તેની નજર મહિલા પર પડી. તેને સમજાયું કે તેની પત્ની પણ આવા જ કપડાં પહેરે છે, તેથી તેને ફોટો વધુ ઝૂમ કર્યો અને સત્ય પરથી પરદો હટી ગયો.

આ વ્યક્તિના કહેવા પ્રમાણે ગૂગલ કેમેરાએ મેપ પર 2013નો ફોટો અપલોડ કર્યો હતો, જે હજુ પણ છે. તેની પત્ની આટલા વર્ષોથી તે માણસ સાથે છેતરપિંડી કરતી હતી પરંતુ તેને કોઈ ખ્યાલ નહોતો. હવે પુરાવા હાથમાં આવતાં મહિલાએ પણ પોતાની ભૂલ સ્વીકારી લીધી અને બંનેએ પરસ્પર સંમતિથી છૂટાછેડા લીધા છે.

જ્યારે તમે ગૂગલ મેપમાં ઝૂમ કરો ત્યારે રસ્તાનો ફોટો દેખાય છે પરંતુ આ સુવિધા કેટલાક પસંદ કરેલા દેશોમાં ઉપલબ્ધ છે. મોટાભાગના દેશોએ ગોપનીયતાના કારણોસર તેના પર પ્રતિબંધ મૂક્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X