હરિયાણામાં 6 મરઘાંઓને જેલમાં પૂરવામાં આવ્યા, જાણો કારણ...

હરિયાણાના નુહથી એક વિચિત્ર ઘટના સામે આવી છે. અહીં પોલીસે જેલમાં 6 મરઘાંને બંધ કરી દીધા છે. તે વિચારવાની વાત છે કે મરઘાંઓએ એવો તે કયો ગુનો કર્યો છે તો આ રીતે તેમને જેલમાં બંધ કર્યા છે.

હરિયાણાના નુહથી એક વિચિત્ર ઘટના સામે આવી છે. અહીં પોલીસે જેલમાં 6 મરઘાંને બંધ કરી દીધા છે. તે વિચારવાની વાત છે કે મરઘાંઓએ એવો તે કયો ગુનો કર્યો છે તો આ રીતે તેમને જેલમાં બંધ કર્યા છે. વાસ્તવમાં તેમની પાછળ જુગાર રમનારાઓથી કંટાળીને પોલીસે આ નિર્ણય લીધો હતો. કેટલાક જુગારી મરઘાંઓ પર પૈસા લગાવીને તેમની લડાઈ કરાવી રહ્યા હતા.

આ પણ વાંચો: આ પાડાની કિંમત સાંભળી તમારી પણ આંખો ફાટી જશે, દર મહિને ચરે છે 1 લાખનો ચારો

શું છે બાબત?

શું છે બાબત?

અહીં જુગારીઓની સજા બિચારા મરઘાઓને ભોગવવી પડી. 18 જુગારીઓ દ્વારા મરઘાંઓની લડાઈ કરવામાં આવી રહી હતી. એટલામાં પોલીસ ત્યાં પહોંચી ગઈ અને તમામ જુગારીઓ સાથે મરઘાંઓને પણ જેલમાં પૂરી દીધા. પોલીસને આ જુગારીઓ પાસેથી 35 હજાર રૂપિયા અને 6 ગાડીઓ પણ મળી છે.

રાજ્ય બહારના લોકો પણ જુગારમાં સામેલ હતા

રાજ્ય બહારના લોકો પણ જુગારમાં સામેલ હતા

પોલીસ અધિકારીએ કહ્યું કે તેમને હરિયાણાના તુસૈની ગામની ટેકરીઓ પર મરઘાઓની લડાઈ વિશેની માહિતી મળી હતી. ખેલમાં ફક્ત તે ગામના લોકો જ નહોતા પરંતુ કેટલાક જુગાર રમવા જુગારીઓ બહારના અન્ય રાજ્યોમાંથી પણ આવ્યા હતા અને આ લડાઈમાં પૈસા લગાવી રહ્યા હતા. પોલીસનું કહેવું છે કે આ મરઘાઓને ત્યાં સુધી જેલમાં બંધ રાખવામાં આવશે જ્યાં સુધી તેમને અહીં કોઈ લેવા ન આવે.

પહેલા પણ આવી છે આવી વિચિત્ર ઘટનાઓ

પહેલા પણ આવી છે આવી વિચિત્ર ઘટનાઓ

ચીનમાં એક ઘટના વિશે વાત કરીએ તો એક કૂતરો અહીં સંપૂર્ણ દુકાન ચલાવે છે. તે ગલ્લા પર બેસે છે અને શક્કરિયાં વેચે છે. આ કૂતરાંની તસ્વીર વાયરલ થઇ હતી તો લોકો આશ્ચર્ય પામ્યા હતા. તેનું નામ કેનકુન છે અને તે દુકાનદારની જેમ તેના સ્ટોલ પર ઉભો રહે છે અને પોતાના ગ્રાહકોની રાહ જોવે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X