આ પાડાની કિંમત સાંભળી તમારી પણ આંખો ફાટી જશે, દર મહિને ચરે છે 1 લાખનો ચારો

પાડાની કિંમત સાંભળીને આંખો ફાટી જશે, મહિને ચરે લાખનો ખોરાક

રાજસ્થાનમાં દર વર્ષે પુષ્કર મેળો યોજાય છે, જ્યાં દૂર-દૂરથી લોકો પાડા વેચવા માટે આવે છે. આ વખતે રાજસ્થાનના પ્રખ્યાત પુષ્કર મેળામાં આવેલ ભીમ નામનો પાડો સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. આ પાડાની કિંમત 10 કરોડ રૂપિયા આંકવામાં આવી રહી છે. મુર્રા નસલના આ પાડાનું વજન 1200 કિલો છે. જ્યારે તેની ઉંચાઈ 6 ફીટ અને લંબાઈ 14 ફીટ છે.

પુષ્કર મેળો

પુષ્કર મેળો

માત્ર પાંચ વર્ષની ઉંમરમાં જ આ પાડો પોતાની ઉંમરના અન્ય પાડાઓની કદ-કાઠીથી મોટો છે. સાંભળીને તમને વિશ્વાસ નહિ આવે પણ આ પાડો દર મહિને એક લાખ રૂપિયાનો ચારો ચરી જાય છે.

ખોરાક

ખોરાક

આ પાડાને દરરોજ એક કિલો ઘી, અડધો કિલો માખણ, 200 ગ્રામ મધ, 25 લીટર દૂધ અને એક કિલો કાજૂ બદામ ખવડાવવામાં આવે છે. જો કે આટલાં જાતભાતનાં ભોજન તો સામાન્ય માણસને પણ નથી મળતાં, ત્યારે તમે અંદાજો લગાવી જ શકો કે આ પાડો કેવો જબરો હશે.

પાડાની રોજ માલિસ પણ થાય છે

પાડાની રોજ માલિસ પણ થાય છે

પાડાના માલિક જવાહરલાલ જાંગિડ જણાવે છે કે ભીમની ડાયેટ ઉપરાંત 1 કિલો સરસવના તેલથી દરરોજ પાડાની માલિશ કરવામાં આવે છે. એટલું જ નહિ, આ પાડાની દેખરેખ માટે સ્પેશિયલ 4 લોકોને રાખવામાં આવ્યા છે.

સૌથી તાકાતવર પાડો

સૌથી તાકાતવર પાડો

જણાવવામાં આવી રહ્યું છે કે ગત દિવસોમાં રાજસ્થાનના ઉદયપુર જિલ્લામાં આયોજિત થયેલ એગ્રો ટેક કિસાન મેળામાં ભીમ પાડાએ સૌથી તાકાતવર પાડો હોવાનો ખિતાબ પણ જીત્યો હતો.

યુવરાજ અને સુલતાન

યુવરાજ અને સુલતાન

ઉલ્લેખનીય છે કે આવા કેટલાય પાડા છે જેની કિંમત સાંભળીને તમારા હોસ ઉડી જાય, ભીમ પહેલા સુલ્તાન અને યુવરાજ પાડા ચર્ચામાં આવ્યા હતા. જેમની કિંમત પણ કરોડોમાં આંકવામાં આવી હતી.

નસલ સુધારવા માગે છે

નસલ સુધારવા માગે છે

જવાહરલાલ જાંગિડ જણાવે છે કે એમની પાસે કેટલાય લોકો આ પાડાને ખરીદવા માટે આવે છે અને કરોડોની ઑફર પણ કરે છે, પરંતુ તેઓ આ પાડાને વેચવા માગતા નથી. તેઓ ભીમ થકી પાડાઓની નસલ સુધારવા માંગે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X